મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવરી ગામે રૂપિયા બાબતે બે વ્યક્તિને 4 શખ્સોએ માર માર્યો


SHARE









વાંકાનેરના રાતીદેવરી ગામે રૂપિયા બાબતે બે વ્યક્તિને 4 શખ્સોએ માર માર્યો

વાંકાનેરના રાતીદેવરી ગામે બાકીના રૂપિયા પાછા માંગતા યુવાને તેની પાસે રૂપિયા ન હોય તેવું કહ્યું હતું જેથી કરીને તેને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ ત્રણ શખ્સોએ ત્યાં આવીને બોલાચાલી ઝઘડો કરીને લાકડી વડે યુવાન તથા અન્ય એક વ્યક્તિને માર માર્યો હતો જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર નજીક આવેલા રાતીદેવરી ગામે રહેતા પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુ લાલજીભાઈ વોરા (35) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બાવજીભાઈ ઉર્ફે કાળુભાઈ સીધાભાઈ વોરા, અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને વિજયભાઈ પરસોત્તમભાઈ વોરા રહે. બધા રાતીદેવરી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી બાવજીભાઈએ ફરિયાદી પાસેથી બાકી નીકળતા રૂપિયા પાછા માંગ્યા હતા ત્યારે ફરિયાદી કહ્યું હતું કે હાલે તેની પાસે રૂપિયા નથી જેથી કરીને બાવજીભાઈને સારું લાગ્યું ન હતું જેથી તેઓએ ફરિયાદીને ગાળો આપી હતી ત્યારબાદ બાકીના 3 આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી તથા સાહેદ દિલીપભાઈને બેફામ ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News