લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન વાંકાનેરના રાતીદેવરી ગામે રૂપિયા બાબતે બે વ્યક્તિને 4 શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન


SHARE





મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન

મોરબી સતવારા નવ ગામ જ્ઞાતિના વર્ષ-૨૦૨૬ માં ધોરણ નવથી કોલેજ સુધીમાં પ્રથમ, દ્વિતીય નંબર મેળવેલ હોય તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવેલ કુલ ૬૩ વિદ્યાર્થી ભાઈ- બહેનોનો સન્માન સમારંભ મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડો.લખમણભાઇ કંઝારિયાના પ્રમુખ સ્થાને યોજાયેલ હતો.

કાર્યક્રમની શરૂઆતમાં સર્વે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે સર્વ ધર્મ સમુહ પ્રાર્થના કરવામાં આવી.શિક્ષણ સમિતિના સભ્ય મહાદેવભાઈ ડાભીએ સર્વે મહેમાનોનું સ્વાગત કરેલ.વિદ્યાર્થી પુરસ્કાર સમિતિના સભ્યોના હસ્તે સમાજના જુદા જુદા મંડળના પ્રમુખ અને દાતાશ્રીઓનું રૂમાલ-ગુલાબથી સ્વાગત કરેલ.સીવણ ક્લાસની બહેનોએ  સ્વાગત ગીત રજૂ કરેલ.આ પ્રસંગે દેવજીભાઈ ચાવડાના પુસ્તક "રામાયણ શતક અને ભજન તરીસા"નું વિમોચન પ્રમુખશ્રીના હસ્તે કરવામાં આવેલ.શિક્ષણ  પુરસ્કાર સમિતિના સભ્ય દેવજીભાઈ ચાવડાએ જીવનમાં શિક્ષણના મહત્વ અંગે વાત કરી ,પોતાના પુસ્તક અંગેની સામાન્ય માહિતી આપેલ, તેમજ સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ એલ.ડી.હડિયલે શિક્ષણ સાથે સંસ્કારની વાત કરેલ.

શ્રી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સંચાલિત, કાલિકા પ્લોટમાં આવેલ, સાર્વજનિક દવાખાનામાં રૂપિયા ૫,૫૧,૦૦૦ આપનાર દાતાશ્રી સુશીલાબેન ધરમશીભાઈ પરમાર અને તેમના પરિવાર તેમજ રૂપિયા ૫,૦૫,૫૫૫ દાતાશ્રી દમયંતીબેન નવઘણભાઈ હડિયલ તેમજ તેમના પરિવાર, તેમજ ડો.એન. એન.કંઝારિયા ૧૧,૦૦૦, ભુદરભાઈ દેવજીભાઈ જાદવ ૧૧,૦૦૦,  અરજણભાઈ નાનજીભાઈ જાદવ, ૧૧,૦૦૦, લાલજીભાઈ પરસોત્તમભાઈ ડાભી ૧૧,૦૦૦, ચિરાગભાઈ રાજેશભાઈ ડાભી ૧૧,૦૦૦, ડો.પલકકુમાર લખમણભાઇ કંઝારિયા ૧૧,૦૦૦, ગોવિંદભાઈ માવજીભાઈ હડિયલ ૧૧,૦૦૦, એડ.કરમસીભાઈ પરમાર ૧૧,૦૦૦ તેમજ આઈ.ટી.આઈ. શિષ્યવૃતિમાં ૧૧,૦૦૦ અરજણભાઈ નાનજીભાઈ જાદવ, ૫૦૦૦ કુમારી વેનિશા ટીંકેશભાઈ જાદવ તેમજ ૬૩ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ ટિન્કેશભાઈ દિનેશભાઈ જાદવ તરફથી થેલા ,વિરેન્દ્રભાઈ શીવાભાઈ કંઝારિયા તરફથી પેડ, કરમશીભાઈ પરમાર તરફથી બોલપેન અને કાર્યક્રમ પૂર્ણ થયે પ્રસાદભોજનના દાતા એલ.ડી.હડિયલ હતા.

વિશિષ્ટ સન્માનમાં જાદવ જીગ્નેશભાઈ કાનજીભાઈ (ગાયન) વિગેરેનું સંસ્થાના અને કાર્યક્રમના પ્રમુખ ડો.લખમણભાઇ કંઝારિયાના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરેલ.આ પ્રસંગે જ્ઞાતિના ૬૩ તારલાઓને શિલ્ડ, પ્રમાણપત્ર, સર્ટિફાઇલ, સ્ટેપલર, જનરલ નોલેજના  પુસ્તકો, બોલપેન વિગેરે વસ્તુઓ દાતાશ્રીઓ અને પ્રમુખશ્રીઓના હસ્તે આપીને વિદ્યાર્થીઓનું સન્માન અને પ્રોત્સાહિત કરવામાં આવેલ.આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા આઠ વિદ્યાર્થીઓને સ્વ.વિમલકુમાર એ. જાદવ શિષ્યવૃત્તિ જ્ઞાતિના પ્રમુખશ્રીના હસ્તે આપવામાં આવેલ.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવ રાજેશભાઈ કંઝારિયા, ભાવેશભાઈ હડિયલ, ઉર્મિલા પરમારે  આવા સન્માનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા, ઉત્સાહ અને  પ્રોત્સાહન મળે છે અમે સમાજના ઋણ છીએ.દિતા પરમારે જીવનમાં શિક્ષણના મહત્વ અંગે વાત કરેલ. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ડો.લખમણભાઈ કંઝારિયાએ જ્ઞાતિની જુદી-જુદી સંસ્થાઓને આર્થિક-સામાજિક શૈક્ષણિક રીતે મદદરૂપ બનવા, વિદ્યાર્થીઓને પરિશ્રમ કરવા તેમજ આજના ૨૧ મી સદીમાં શિક્ષણના મહત્વની વાત કરી  અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મહેનત કરવા- માર્ગદર્શન આપેલ.કાર્યક્રમમાં મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ  -રાઘવજીભાઈ કંઝારિયા, સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળ પ્રમુખ- ગોવિંદભાઈ હડીયલ, મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ -ધનજીભાઈ ડાભી, મોરબી સતવારા મંડળના પ્રમુખ-  હરીનભાઈ પરમાર, સતવારા નવગામ જ્ઞાતિના મંત્રી -હરીભાઈ કંઝારિયા, મોરબી સતવારા મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ -કિરણબેન જાદવ, સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસો.ના પ્રમુખ -એલ.ડી. હડિયલ, વાઘપરા જ્ઞાતિના પ્રમુખ -ભુદરભાઈ જાદવ, વજેપર જ્ઞાતિના પ્રમુખ -રાજુભાઈ ડાભી, માધાપર જ્ઞાતિના પૂર્વ પ્રમુખ- ધર્મેન્દ્રભાઈ કંઝારિયા, મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રી ચુનીલાલ પરમાર, રાજુભાઈ ડાભી, માવજીભાઈ કંઝારિયા, જસવંતીબેન સોનગરા.. દાતાશ્રીઓના પ્રતિનિધિશ્રી સુશીલાબેન પરમાર ,યોગેશભાઈ કંઝારિયા ,ગીતાબેન કંઝારિયા, જે .આર. પરમાર, હસમુખભાઈ પરમાર, જ્યોતિબેન સોનગરા, મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને દાતા દેવકરભાઈ કંઝારિયા, એડ. પ્રદીપભાઈ  કંઝારિયા વગેરે હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ દેવજીભાઈ ચાવડા, ધીરજભાઈ પરમાર, ગોવિંદભાઈ હડિયલ, તરૂણભાઈ પરમાર, ડો.જયેન્દ્ર કંઝારિયા, વિજયભાઈ ડાભી, પ્રકાશભાઈ સોનગ્રા,  કેતનભાઈ પરમાર, હરીભાઈ કંઝારિયા, યોગેશભાઈ ડાભી, કિશોરભાઈ કંઝારિયા, મહાદેવભાઇ ડાભી, વગેરેએ જહેમત ઉઠાવેલ.જ્ઞાતિજનોને ઈ- આમંત્રણ કાર્ડ દ્વારા જાણ કરેલ, તેમ છતાં જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ -બહેનોના સન્માન સમારંભમાં વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહેલ અને સર્વેનો આભાર ડો.જયેન્દ્રભાઈ કંઝારિયાએ માનેલ. કાર્યક્રમના અંતે સીવણ ક્લાસની બહેનોએ તલવાર રાસની જમાવટ કરેલ.સર્વે જ્ઞાતિજનો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા રાખેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરજભાઈ પરમાર અને મહાદેવભાઈ ડાભીએ કર્યુ હતુ.




Latest News