મોરબીના લાલપર પાસે ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં નાસભાગ
SHARE
મોરબીના લાલપર પાસે ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં નાસભાગ
મોરબીના લાલપર ગામ પાસે અર્બન ડાયમોલ્ડ નજીક ટીસીની બાજુમાંથી નીકળતી ગેસ પાઈપ લાઈનમાં કોઈ કારણોસર લીકેજ થયું હતું અને આગ ફાટી નીકળતા હતી જેથી આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો માર શરૂ કરવામાં આવ્યા હતા. અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. અને ગેસની પાઇપ લાઈનનો વાલ્વ બંધ કર્યો હતો ઉલેખનીય છે કે, ટીસીની બાજુમાં ગેસની લાઇનમાં આગ લાગી હોવાથી મોટી ઘટના બને તેવી શક્યતા હતી જો કે, ફાયર ટીમે સમયસર આગ કાબુમાં લઈ લેતા મોટી ઘટના સહેજમાં ટાળી ગયેલ છે