વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
SHARE
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા યોજાયેલા વિવિધ કાર્યક્રમો વિજ્ઞાન અને સંશોધનને પ્રોત્સાહન, દિવ્યાંગજનોને સશક્તિકરણ અને ટી.બી.મુક્ત કચ્છ માટે આરોગ્યલક્ષી જનસેવા એવા ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રોને કેન્દ્રસ્થાને રાખીને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગોને વિકાસની મુખ્યધારામાં જોડવા અને “સેવા, સંકલ્પ અને સશક્તિકરણ” ના ભાવ સાથે કચ્છના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાનો છે. આંબેડકર ભવન, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે દિવ્યાંગમિત્રોને સાધન સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુસર “દિવ્યાંગ લાભાર્થી મેળા” નું આયોજન કરવામાં આવ્યું હતું. અને લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સહાય અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, દિવ્યાંગોને મુસાફરી માટે ફ્રી બસ પાસ આપવામાં આવ્યા હતા. દિવ્યાંગમિત્રો માટે “દિવ્યાંગ લાભાર્થી મેળો” યોજાયો.
ટી.બી. હોસ્પિટલ ગ્રાઉન્ડ, કેમ્પ એરીયા, ભુજ ખાતે “ટી.બી.મુક્ત કચ્છ અભિયાન” અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના તમામ ટી.બી. દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટી.બી. સામેની લડતમાં માત્ર દવાઓ જ નહીં પરંતુ યોગ્ય પોષણ, નિયમિત સારવાર અને સમાજના સહયોગનું પણ મહત્વ છે, તે અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટી.બી.મુક્ત કચ્છના સંકલ્પને સાકાર કરવા માટે દરેક વ્યક્તિ, પરિવાર અને સમાજે સાથે મળીને પ્રયાસ કરવા તથા ટી.બી.ના દર્દીઓને સારવાર દરમિયાન જરૂરી સહયોગ અને પોષણ મળી રહે તે માટે સંવેદનશીલ અભિગમ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
રિજનલ સાયન્સ સેન્ટર મધ્યે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), રિજનલ સાયન્સ સેન્ટર-ભુજ, કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- ભુજ અને કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઇ ચાવડાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી પેઢીને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ સેમિનારમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ અને નવીન વિચારસરણીને પ્રોત્સાહન મળે તેવા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રભાબેન હુણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.