મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે અતિ દુર્લભ બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડી મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે અવની સોસાયટીના રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને ડબલ રકમનો દંડ-બે વર્ષની સજા મોરબી જિલ્લામાં છ જગ્યાએ યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૫૭ બોટલ રક્ત એકત્રિત કરાયું મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં દબાણો દૂર કરવા-જમીનની માપણી સહિતના પ્રશ્નો મંત્રીની સમક્ષ રજૂ કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબીના લાલપર પાસે ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં નાસભાગ ટંકારાના લતીપર પાસે વાહન અકસ્માત, બે યુવાન રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને ડબલ રકમનો દંડ-બે વર્ષની સજા


SHARE





મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને ડબલ રકમનો દંડ-બે વર્ષની સજા

મોરબીની કોર્ટમાં 3 લાખ રૂપિયાના ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં ફરિયાદીના વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટને આરોપીને ડબલ રકમનો દંડ અને બે વર્ષની સજા ફટકારી છે.

જે કેસની વકીલ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના રાણાભાઇ કાનાભાઈ સોઢીયા પાસેથી વિનોદભાઈ કાનજીભાઈ ચાવડાએ સંબંધ દાવે ત્રણ લાખ રૂપિયા હાથ ઉછીના લીધેલા હતા અને તેની સામે વિનોદભાઈએ રાણાભાઇને 3 લાખનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાંથી રિટર્ન થયો હતો જેથી કરીને વિનોદભાઈ સામે રાણાભાઇ સોઢીયાએ મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને બે વર્ષની સજા અને ચેકની ડબલ રકમ 6 લાખનો દંડ ફટકાર્યો છે અને 9 ટકા વ્યાજ સહીત રકમ ફરિયાદીને આપવા માટે હુકમ કર્યો છે અને આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે વકીલ અને નોટરી ભાવેશભાઈ ડી. ફૂલતરીયા અને રાજેશભાઈ જે. જોષી રોકાયેલા હતા




Latest News