મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે અતિ દુર્લભ બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડી મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે અવની સોસાયટીના રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને ડબલ રકમનો દંડ-બે વર્ષની સજા મોરબી જિલ્લામાં છ જગ્યાએ યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૫૭ બોટલ રક્ત એકત્રિત કરાયું મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં દબાણો દૂર કરવા-જમીનની માપણી સહિતના પ્રશ્નો મંત્રીની સમક્ષ રજૂ કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબીના લાલપર પાસે ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં નાસભાગ ટંકારાના લતીપર પાસે વાહન અકસ્માત, બે યુવાન રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં છ જગ્યાએ યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૫૭ બોટલ રક્ત એકત્રિત કરાયું


SHARE





મોરબી જિલ્લામાં છ જગ્યાએ યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૫૭ બોટલ રક્ત એકત્રિત કરાયું

સેવા મેરા યોગદાનઅંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ તથા વિવિધ બ્લડ બેંકોના સંયુક્ત આયોજન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું યોજાયા હતા. આ કેમ્પમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો  તેમજ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવસેવાના આ ઉમદા કાર્યમાં યોગદાન આપ્યું હતું. અને જિલ્લામાં યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવતા કુલ ૪૫૭ જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. મોરબી ખાતે  શ્રમ અને રોજગાર મંત્રી મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા સંસ્કાર હોલ તથા GMERS મેડિકલ કોલેજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને મેયર ઉત્તમભાઈ સુરાણીએ રક્તદાન કરી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ ટંકારા ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તથા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાઉપસ્થિત રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.




Latest News