વાંકાનેરમાં બાઇક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં સમયે ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત
SHARE
વાંકાનેરમાં બાઇક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં સમયે ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત
વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર હોસ્પિટલ સામેથી વૃદ્ધ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેઓને માથા અને હાથમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું જોકે, અકસ્માત સર્જનાર બાઇક ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે મૃતક વૃદ્ધના દીકરાની ફરિયાદ લઈને બાઇક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા નવઘણભાઈ અમરશીભાઈ ખમાણી (27)એ બાઈક નંબર જીજે 3 પી ક્યૂ 5020 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સીટી સ્ટેશન રોડ ઉપર પીર મસાયકા સાર્વજનિક હોસ્પિટલ સામેથી તેઓના પિતા અમરશીભાઈ ભલાભાઇ ખમાણી (70) પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે બેદરકારીથી બાઈક ચલાવીને ફરિયાદીના પિતાને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને હાથ તથા માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જો કે, અકસ્માત સર્જીને બાઇક ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે