હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત મોરબીના જેતપર ગામે વડપ્રધાન-કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળા દહન મામલે મહિલાઓ સહિત 21 આંદોલનકારી ખેડૂતો સામે ગુનો નોંધાયો હળવદના ચરાડવા નજીક ગોડાઉનમાંથી 10.64 લાખના 280 મણ જીરુંની ચોરી માળીયા (મી)ના ખાખરેચી ગામ પાસે કારખાનામાંથી 268 મીટર કોપર કેબલ વાયરની ચોરી મોરબીના લખધીરપુર રોડ ઉપર બાઇક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ-હાથમાં ફ્રેક્ચર વાંકાનેરમાં બાઇક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં સમયે ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં પોલીસ કર્મચારીને બેંકના કસ્ટમર કેરના કર્મચારી તરીકેની ફોનમાં ઓળખ આપીને 94,678 રૂપિયાની કરાઇ ઠગાઈ ટંકારામાં માત્ર સાડા ત્રણ કલાક બંધ રહેલા મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર બાઇક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ-હાથમાં ફ્રેક્ચર


SHARE





મોરબીના ધીરપુર રોડ ઉપર બાઇક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ-હાથમાં ફ્રેક્ચર

મોરબીના ધીરપુર રોડ ઉપર આવેલ બાલાજી ચેમ્બર પાસે રોંગ સાઇડમાં બાઈક લઈને આવેલા શખ્સે ડબલ સવારી એક્ટિવા સાથે તેનું બાઇક અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને માથામાં હેમરેજ અને હાથના કાંડામાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ હળવદ તાલુકાના રણમલપુર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના વીસીપરા પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા મયુરભાઈ વિનોદભાઈ રાઠોડ (27) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક નંબર જીજે 36 કે 5464 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે ફરિયાદી તથા સાહેસુરેશભાઈ તેમના એક્ટિવા નંબર જીજે 36 એએચ 3994 માં સિમ્પોલો સીરામીક કારખાનાનું ધીરપુર રોડ પર ગોડાઉન આવેલ છે ત્યાંથી ઘર તરફ જતા હતા ત્યારે લધીરપુર રોડ ઉપર આવેલ બાલાજી ચેમ્બર પાસે રોંગ સાઇડમાં બાઈક લઈને આવેલા બાઇક ચાલકે તેઓના એકટીવા સાથે બાઈક અથડાવ્યું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર અને માથામાં હેમરાજ જેવી ઈજા થયેલ છે જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News