મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત બાદ રિક્ષામાંથી નીચે પડેલ યુવાન ઉપર ટ્રક ટ્રેલરના ટાયર ફરી જતાં ઘટના સ્થળે જ મોત મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત બાદ રિક્ષામાંથી નીચે પડેલ યુવાન ઉપર ટ્રક ટ્રેલરના ટાયર ફરી જતાં ઘટના સ્થળે જ મોત


SHARE





મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત બાદ રિક્ષામાંથી નીચે પડેલ યુવાન ઉપર ટ્રક ટ્રેલરના ટાયર ફરી જતાં ઘટના સ્થળે જ મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ શૈલેશ કાંટા પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ હતી ત્યારે પાછળના ભાગે આવી રહેલ ટ્રક ટ્રેલરના ચાલકે રીક્ષા અને બોલેરો ગાડીને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં રીક્ષામાં પાછળના ભાગે બેઠેલ યુવાન રસ્તા ઉપર નીચે પડી જતાં તેની છાતી અને કમરના ભાગ ઉપરથી ટ્રક ટ્રેલરનું ટાયર ફરી ગયું હતું જેથી યુવાનને ગંભીર ઇજા થતા તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ જામનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં રફાળેશ્વર ગામે મચ્છોનગર વિસ્તારમાં રહેતા જયાબેન દેવજીભાઈ દંતેસરિયા (43)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 36 ટી 8058ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પતિને કોઠારીયા ગામે પ્રસંગમાં જવું હતું જેથી રફાળેશ્વર ગામેથી સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 1768 માં પાછળના ભાગે બેઠેલા હતા દરમિયાન મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ શૈલેષ કાંટા પાસે આરોપી ટ્રક ટ્રેલરના ચાલકે પાછળથી સીએનજી રીક્ષા અને બોલેરો ગાડીને હડફેટ લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં સીએનજી રીક્ષામાં બેઠેલ ફરિયાદીના પતિ દેવજીભાઈ બચુભાઈ દંતેસરિયા રસ્તા ઉપર નીચે પડી ગયા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ટાયર તેની છાતી અને કમરના ભાગ ઉપરથી ફરી જતાં તેને ગંભીર ઇજા થઈ હતી અને તેઓનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારામાંથી બાઈકની ચોરી

ટંકારાના ઉગમણા નાકા પાસે નદીના સામાકાંઠે અમરાપર રોડ ફુલવાળી વિસ્તારમાં રહેતા સુનિલભાઈ રમેશભાઈ દંતેશરિયા (24)એ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન જોઈને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘરની સામેના ભાગમાં પોતાનું બાઈક નંબર જીજે 36 એડી 2593 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News