મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર સંગિતા રૈયાણી
SHARE
મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર સંગિતા રૈયાણી
મોરબી મહાપાલિકાના રોજમદાર કર્મચારી દ્વારા રોડ સાઈડમાં બેસીને ઘાસનો વેપાર કરતી મહિલા પાસેથી પૈસા પડાવવામાં આવે છે તેવો આક્ષેપ કરતો મહિલાનો વિડીયો સામે આવ્યો હતો ત્યાર બાદ મંત્રી તે મહિલા પાસે પહોચ્યા હતા અને મંત્રીએ કમિશનરને રૂપિયા પાછા અપાવવા માટે તેમજ ગેરકાયદે રૂપિયા લેનાર સામે પગલાં લેવા માટે સૂચના આપી હતી જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કમિશનરે હાલમાં જે વ્યક્તિ ઉપર પૈસા ઉઘરાવતો હોવાનો આક્ષેપ છે તેને રજા ઉપર ઉતારી દીધેલ છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને જો મહિલા પાસેથી રોજમદાર કર્મચારીએ રૂપિયા લીધા હોવાનો કોઈ પુરાવા મળશે તો તેની સામે પોલીસ સાથે સંકલન કરીને એસીબીનો ગુનો નોંધાવવામાં આવશે તેવી ખાતરી મહાપાલિકાના કમિશનર દ્વારા આપવામાં આવેલ છે
મોરબીના ત્રાજપર વિસ્તારમાં રોડ સાઈડમાં દબાણ કરીને ઘાસનો વેપાર કરતી ભાવનાબેન નામની મહિલા પાસેથી મહાપાલિકાના રોજમદાર કર્મચારી દ્વારા ગેરકાયદે પૈસા ઉઘરાવવામાં આવતા હતા જેથી મહિલા રજૂઆત કરવા માટે મહાપાલિકાએ પહોચી હતી અને ત્યાં તેને “કાનાભાઈ” પાસે જવાનું કહ્યું હતું જે વિડીયો ધ્યાને આવતા બીજા જ દિવસે મોરબીના ધારાસભ્ય તથા રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તે મહિલા જયાં બેસીને ઘાસનો વેપાર કરતી હતી ત્યાં પહોંચ્યા હતા અને મહિલા સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ કમિશનને સૂચના આપી હતી કે આ મહિલા પાસેથી જે કોઈ કર્મચારી દ્વારા પૈસા લેવામાં આવ્યા હોય તે પૈસા પાછા આપવામાં આવે તેમજ મહિલા પાસેથી ગેરકાયદે રૂપિયા પડાવનાર કર્મચારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવે.
જેથી આ બાબતે કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યુ હતું કે, આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહિલા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેની પાસેથી આનંદભાઈ નામના વ્યક્તિ 100, 200, 500 રૂપિયા અવારનવાર લઈ જવામાં આવતા હતા જેથી તેની તપાસ કરવામાં આવી હતી અને આનંદભાઈ મકવાણાને બોલાવીને તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ મહિલા પાસેથી કોઈપણ રૂપિયા લીધેલ નથી તેવું તેને જણાવ્યું હતું અને ગેરકાયદેસર દબાણ કરીને મહિલા બેઠેલ હોય તેને અગાઉ ઈ-ચલણ મારફતે દંડ પણ કરવામાં આવ્યો હતો જેના પુરાવા તે કર્મચારી રજૂ કરેલ છે જો કે, તેની સામે ગંભીર આક્ષેપ થયો છે માટે હાલમાં આનંદભાઈ મકવાણાને રજા ઉપર ઉતારી દેવામાં આવેલ છે અને અગાઉ પાલિકા સમયે તેની સામે ડીઝલ ચોરીનો પણ આક્ષેપ થયો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી, હાલમાં જે આક્ષેપ મહિલાએ કર્યો છે તેના કોઈ પૂરવા મળશે તો પોલીસ સાથે સંકલન કરીને મહાપાલિકાના રોજમદાર કર્મચારી સામે એસીબીની ફરિયાદ કરવામાં આવશે. તેવી ખાતરી કમિશનરે આપી છે અને આ રીતે કોઈપણ જગ્યાએથી કોઈપણ વિભાગના અધિકારી કે કર્મચારી દ્વારા ગેરકાયદે રૂપિયા લેવામાં આવે કે ઉઘરાણા કરવામાં આવે તો મહાપાલિકામાં તેની જાણ કરવામાં માટે લોકોને કમિશનરે અપીલ કરેલ છે.









