મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ


SHARE







મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ

મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની કુલ 82 આંગણવાડીઓ હતી જે પહેલા જિલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગ હેઠળ આવતી હતી જો કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હવે મોરબી શહેરમાં આવતી આંગણવાડીઓને મહાનગરપાલિકા હસ્તક મૂકી દીધી છે જેથી 82 આંગણવાડીઓ હવે મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકાની હદમાં આવેલા વિસ્તારોમાં આંગણવાડીઓ મારફતે બાળકોને પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સહિતની સેવાઓ આપવામાં આવે છે. સાથે જ સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ માટેની વિવિધ સેવાઓ તથા સરકારની મહિલા અને બાળ વિકાસલક્ષી યોજનાઓનો લાભ પણ આંગણવાડી કેન્દ્રો દ્વારા પહોંચાડવામાં આવે છે. અગાઉ મોરબી જિલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગ હેઠળ આવતી આંગણવાડીઓ મહાનગરપાલિકાના તંત્ર હેઠળ આવતા હવે તેનું સંચાલન અને વહીવટી કામગીરી મહપાલિકાના આઇસીડીએસ વિભાગ દ્વારા કરવામાં આવશે. જેથી વધુ અસરકારક સંકલન થઈ શકશે. અને આંગણવાડી કેન્દ્રો સાથે સંકળાયેલી કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે આગળ વધશે.

વધુમાં મળતી માહિતી મુજબ મોરબી મહાપાલિકાના આઇસીડીએસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તરીકે કોમલબેન ઠાકરને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ આંગણવાડી કેન્દ્રોની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખશે તેમજ સંબંધિત કામગીરીને આગળ ધપાવશે. મોરબી મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ થયેલા વિસ્તારોની આંગણવાડીઓ મહાનગરપાલિકાના તંત્ર હેઠળ આવતા બાળકો અને મહિલાઓને મળતી સેવાઓ વધુ સુગમ બને તેવી અપેક્ષા છે. આ નિર્ણયને મોરબીમાં મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે વહીવટી રીતે મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.




Latest News