મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી


SHARE







ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી

મોરબી અને રાજકોટ જીલ્લામાં બીનવિવાદસ્પદ અને બેદાગ છબી ધરાવતા હંસાબેન પારેઘીની ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે જેથી તેઓને ઠેર ઠેરથી આવકાર અને અભિનંદન મળી રહ્યા છે.

તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જીલ્લા કક્ષાથી પ્રદેશ કક્ષા સુધી સંગઠાત્મક વિવિધ નિમણૂકો કરવામાં આવી છે. જેમાં મોરબી અને રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ હંસાબેન પારેધીની ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે.  અને ભાજપ દ્વારા હંસાબેન પારેઘીની પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ તરીકેની અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવી છે જેથી તેઓએ પ્રદેશ સંગઠન અને મોરબી જિલ્લા ભાજપ સંગઠનના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે.

તેઓએ રાજકોટ અને મોરબી મોરબી જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખ તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારીઓનું વહન કર્યું હતું સાથે જીલ્લાના અનેક વિકાસકામો કરી સફળતા પૂર્વક પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો. આમ બબ્બે વખતના જીલ્લા પ્રમુખના સમયમાં તેઓ બેદાગ અને વિવાદોથી દૂર રહ્યા છે. અને ક્યારેય કોઈ બાબતે તેમના પર આંગળી ચિંધવામાં આવી નથી. ત્યારે સ્વભાવે મૃદુ, ઓછાબોલા અને સીધાસાદા, નીર્રઅભિમાની છબી ધરાવતા હંસાબેન પારેઘીની પ્રદેશ  ભાજપ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા મોરબી જીલ્લા ભાજપ પરિવાર તેમજ જ્ઞાતિ, સંગઠનો દ્વારા તેમના મો.નં. 96385 32305 ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.




Latest News