મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક


SHARE



















મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક

છેલ્લા ૧૫ વર્ષથી સતત મોરબી બાર એસો.ના પ્રમુખ તરીકે સક્ષમ નેતૃત્વ પૂરું પાડતા દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર (Co-opt Member) તરીકે નિમણૂક કરવામાં આવી છે જેથી ચોમેરથી તેઓને શુભકામનાઓ મળી રહી છે.

મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી બાર એસો.ના પ્રમુખ તરીકે સક્ષમ નેતૃત્વ પૂરું પાડતા દિલીપભાઈ અગેચણિયા અનેક ગૌરવપૂર્ણ ક્ષણોએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે અને સમગ્ર ગુજરાતના જિલ્લા બાર એસો.માં પ્રમુખ તરીકે બિન હરીફ ચૂંટાયેલા હોય એવા એક માત્ર ઉમેદવાર છે તેમજ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન ગ્રુપના સક્રિય સભ્ય તરીકે દરેક મીટિંગમાં હાજરી આપી મોરબીનું નેતૃત્વ કરે છે ત્યારે દિલીપભાઈ અગેચણિયાની તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર (Co-opt Member) તરીકે નિમણૂક કરવામાં આવી છે જેથી મોરબી બાર એસો. પરિવાર ગૌરવ અનુભવે છે. અને આવી જ રીતે કાનૂની ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ કરીને ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહે તેવી ચોમેરથી તેઓને મોબાઈલ નંબર 98252 76456 ઉપર શુભકામનાઓ મળી રહી છે.










Latest News