નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
SHARE
નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવાકાર્યના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
જે અન્વયે મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તા. ૨૧ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘નમો સેવા ગાથા – અનકહી કહાની’ વિષય હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓ અને મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં શેરી નાટકોનું આયોજન કરાઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાના નાગડાવાસ અને પાનેલી ગામે ગ્રામીણ નાગરિકો માટે તેમજ રાત્રિના સમયે લીલાપર રોડ સ્થિત મયુર નગરી કા રાજા ખાતે શહેરીજનો માટે શેરી નાટકના વિશેષ પ્રદર્શનો યોજાયા હતા. મોરબી શહેર સહિતના વિસ્તારોમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ વર્ગના નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. અને કલાકારો દ્વારા આકર્ષક સંવાદો અને દ્રશ્યો થકી સેવા, સમર્પણ અને જનકલ્યાણના વિચારોને અત્યંત સરળ શૈલીમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આગામી દિવસોમાં પણ સમગ્ર મોરબી જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નાટકોની આ શૃંખલા સતત ચાલુ રાખવામાં આવશે.