મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન


SHARE









મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન

મોરબી જિલ્લાના પાંચ તાલુકાના ખેડૂતોને એમઆરસી કમિટીમાં ભાગ લેવા માટે થઈને વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેનો જવાબ આપવા માટે થઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તંત્ર દ્વારા જે રીતે તાનાશાહી અપનાવવામાં આવી રહી છે તે જોતાં આગામી સમયમાં અઢારેય વર્ણના ખેડૂત ભાઈઓ આંદોલન સાથે જોડાયેલ છે તેઓએ પોતાના સમાજની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની મુલાકાત કરશે અને જે તે સંસ્થાની મદદ લઈને તેઓના આગેવાનો તેમજ ટ્રસ્ટીઓની હાજરીમાં દિવાળી પછી મોરબી જિલ્લામાં ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવશે તેવો હુંકાર આજે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે

મોરબી જિલ્લા સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર ખાનગી વીજ કંપનીની વીજ લાઈનો પસાર થાય છે જેથી ખેડૂતોના ખેતરમાં તેના વીજપોલ ઊભા કરવાના છે તથા ખેડૂતોના ખેતર ઉપરથી વીજ વાયરો પસાર થવાના છે જેની સામે ખેડૂતોને જે વળતર આપવામાં આવી રહ્યું છે તેનાથી ખેડૂતોમાં નારાજગી હતી જેથી ખેડૂતો છેલ્લા 4 મહિનાથી મોરબીના જેતપર ગામે આંદોલન કરી રહ્યા છે અને આજે આંદોલન અન્ય જિલ્લાઓમાં પણ પહોંચી ગયું છે જોકે સરકાર દ્વારા નવી વળતર નીતિ જાહેર કરી છે તેમાં એમઆરસી કમિટી બનાવવાની વાત કરી હતી તે નવા પરિપત્રનો જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેમ છતાં પણ મોરબી જિલ્લામાં એમઆરસી કમિટીમાં ખેડૂતોને જોડવા માટે થઈને તંત્ર દ્વારા બે દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી અને પાંચેય તાલુકામાં કુલ મળીને અંદાજે 4,300 કરતાં વધુ ખેડૂતોને એકી સાથે નોટિસ આપવામાં આવી હતી.

જેથી તમામ ખેડૂતો આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોએ પોતાના વાંધા જવાબ લેખિતમાં રજૂ કરી દીધેલ છે અને ત્યારબાદ ખેડૂતોએ જણાવ્યું હતું કે એક બાજુ સરકાર નવી વળતર નીતિમાં એમઆરસી કમિટીમાં ખેડૂતનો વેલ્યુઅર ખેડૂત નક્કી કરશે તે પ્રકારની વાત કરે છે અને બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને નોટિસ આપીને જો ખેડૂત કે ખેડૂતના પ્રતિનિધિ એમઆરસીમાં હાજર ન રહે તો તેઓ એમઆરસી કમિટીમાં ભાગ લેવા ઈચ્છતા નથી તેવું માનીને વહીવટી તંત્ર દ્વારા ખેડૂતનો વેલ્યુઅર નક્કી કરવા માટે થઈને કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવે છે જેથી ખેડૂતોમાં ભારોભાર રોશની લાગણી છે 

આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે જે રીતે અત્યારે તંત્ર દ્વારા તાનાશાહી કરવામાં આવી રહી છે અને ખેડૂતોની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે તેને ધ્યાને રાખીને આગામી સમયમાં મોરબી જિલ્લામાં દિવાળી પછી ખેડૂતોની મહાપંચાયત સત્યાગ્રહ છાવણી દ્વારા બોલાવવામાં આવશે જો કે ત્યાર પહેલા આ આંદોલનની સાથે જોડાયેલા અઢારેય વર્ણના ખેડૂતો દ્વારા તેઓના સમાજની સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટીઓ તથા આગેવાનોને મળીને તેઓનું આંદોલન માટે સમર્થન લેવામાં આવશે અને જો તે લોકો સમર્થન આપશે તો તેઓના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લામાં ખેડૂત મહાપંચાયત બોલાવવામાં આવશે તેવો હુંકાર જેતપર સત્યાગ્રહ છાવણી સાથે જોડાયેલા આંદોલનકારી ખેડૂતો રાજુભાઈ અમૃતિયા,  જેતપર, નિકેતભાઈ પંચાસરા, નેહુલભાઈ અમૃતિયા અને પ્રતિકભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ છે

આજે ખેડૂતો દ્વારા તંત્રની નોટિસ સામે જે લેખિતમાં વાંધા રજૂ કરવામાં આવ્યા ત્યાર બાદ કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતો કે, સાથે સરકાર દ્વારા નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી છે તેમાં ખેડૂતોની મોટાભાગની માંગણીઓ સંતોષી લેવામાં આવી છે અને એમઆરસી કમિટીમાં ખેડૂતો પોતાના વેલ્યુઅર નક્કી કરી શકે તે માટે થઈને તેઓને આજે કલેક્ટર કચેરી ખાતે બોલવામાં આવ્યો છે. આજે તેઓની જમીનની માર્કેટ કિંમત નક્કી થવાની નથી જોકે ખેડૂતો દ્વારા એમઆરસી કમિટી માટે પોતાના વેલ્યુઅર નક્કી કરવામાં આવે ત્યાર બાદ ખેડૂતોના વેલ્યુઅર, કંપનીના વેલ્યુએર તેમજ કલેકટરના વેલ્યુઅર દ્વારા જમીનની બજાર કિંમત નક્કી કરવામાં આવશે અને ત્યાર બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે ખેડૂતો આજે હાજર રહી શક્યા ન હોય તેઓને આગામી સમયમાં વધુ એક વખત મુદત આપવામાં આવશે અને ત્યાર પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.




Latest News