વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ


SHARE





























મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે તા. ૨૩ થી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી, વાલ્મી રાજકોટ અને એ. કે. આર.એસ.પી. સંસ્થા દ્વારા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખેતીલક્ષી વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું હતું જેમાં સિનિયર સાયન્ટિસ્ટ એન્ડ હેડ, પ્રો. એમ. એસ. ભોરણીયા દ્વારા મગફળી અને કપાસમાં રોગ તથા જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. એસ. વી. ખાનપરા દ્વારા રક્ષિત ખેતી અંગે, પ્રો. ડી. એસ. સરડવા દ્વારા હાલની પરિસ્થિતિમાં પાકોમાં આપવામાં આવતી માપજત અંગે જાણકારી આપવામાં આવી હતી અને ડૉ. કે.એન. વડાલિયા દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વાલ્મીના કર્મચારીઓ દ્વારા ખેડૂતોને પાણીના બચાવ અંગે શપથ લેવડાવવામાં આવ્યા તથા સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ગામોમાંથી ૫૧૮ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કૃષિ ટેકનોલોજી સપ્તાહના માધ્યમથી ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ, પાક સંરક્ષણ, પાણી બચત, પ્રાકૃતિક ખેતી તેમજ સરકારની સહાયલક્ષી યોજનાઓ અંગે ઉપયોગી માર્ગદર્શન અને માહિતી મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. હરેશ ચાવડા, વી.વી. ઠાકોર, નયન બાંટવા, શ્રીમતી કલ્પનાબેન જરુ, નિલેશભાઈ વાઘડિયા, બી.પી.વાઘેલા તથા કાન્તિલાલ સનારીયાએ જહેમત ઉઠાવી હતી.












Latest News