મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ


SHARE







મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ

મોરબી જિલ્લામાં કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના દિશાનિર્દેશ હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા 'કલા મહાકુંભ ૨૦૨૬-૨૭' ની તાલુકા તેમજ ઝોન કક્ષાની સ્પર્ધાઓના સ્થળ અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા ઝોન ૧ અને ૨ ની સ્પર્ધા ૨ ઓક્ટોબરના રોજ શ્રી વાત્સલ્ય વિદ્યાલય ખાતે સવારે ૭:૩૦ વાગ્યે, ઝોન ૩ તથા મોરબી ગ્રામ્ય તાલુકા કક્ષાની સ્પર્ધા ૪ ઓક્ટોબરના રોજ શ્રી સાર્થક વિદ્યાલય ખાતે સવારે ૭:૩૦ વાગ્યે યોજાશે. આ ઉપરાંત હળવદ તાલુકા કક્ષાની સ્પર્ધા ૩ ઓક્ટોબરના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે શ્રી મહર્ષિ ગુરૂકુળ ખાતે, વાંકાનેર તાલુકા કક્ષાની સ્પર્ધા ૧૦ ઓક્ટોબરના રોજ સવારે ૭:૩૦ વાગ્યે શ્રીમતી એલ.કે. સંઘવી હાઈસ્કૂલ ખાતે અને ટંકારા તાલુકા કક્ષાની સ્પર્ધા ૧૧ ઓક્ટોબરના રોજ સવારે ૭:૩૦ વાગ્યે વિરપર સ્થિત શ્રી નાલંદા વિદ્યાલય ખાતે યોજાશે. કલા મહાકુંભમાં નોંધાયેલા તમામ સ્પર્ધકોએ સમયસર નિયત સ્થળે રિપોર્ટિંગ કરવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News