મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર યોજાઇ


SHARE





















મોરબી મહાનગરપાલિકા દ્વારા સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર યોજાઇ

શહેરી વિકાસ વિભાગ તથા પેયજળ અને સ્વચ્છતા વિભાગ, ભારત સરકારના સંયુક્ત માર્ગદર્શન હેઠળ “સ્વચ્છતા હી સેવા–૨૦૨૬” અભિયાન અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર હોલ ખાતે “સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું.

સફાઈમિત્રોના આરોગ્ય, સુરક્ષા, કલ્યાણ તથા તેમના પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી યોજાયેલ આ શિબિરમાં સફાઈમિત્રોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા સુરક્ષા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ દરમિયાન National Level Webcast નું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં સફાઈમિત્ર સુરક્ષા, સન્માન અને કલ્યાણ અંગેના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, SWM શાખાના ચેરમેન મેઘરાજસિંહ ઝાલા, વાઈસ ચેરમેન હિરેનભાઈ કરોતરા, ભુપતભાઈ જારીયા તેમજ મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, નાયબ કમિશનર સંજયકુમાર સોની તથા અન્ય પદાધિકારીઓ, મહાપાલિકાની વિવિધ શાખાના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં સફાઈમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય સુવિધા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ LPG જોડાણ, આયુષ્માન ભારત (PM-JAY) હેઠળ આરોગ્ય કાર્ડ તથા સૌભાગ્ય યોજના હેઠળ વીજ જોડાણ સહિતની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા સફાઈમિત્રોની કામગીરીને બિરદાવતાં તેમના સુરક્ષા, સન્માન અને સામાજિક-આર્થિક કલ્યાણ માટે જરૂરી માર્ગદર્શન તથા સહાય ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.










Latest News