મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી


SHARE







મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

 મોરબીમાં આવેલ જડેશ્વર મદિરના બે પુજારીઓ સામે થોડા સમય પહેલા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં બંને પૂજારીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે અરજીને કોર્ટે ફગાવી દીધી છે

મોરબીના જડેશ્વર મદિરના રાજકોટમાં રહેતા ટ્રસ્ટી યશવંતભાઈ જોશીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેજડેશ્વર મહાદેવ મંદિરમાં પુજારી એવા આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીએ મંદિરમાં કબજો કરી લીધો છે અને મંદિર ઉપરાંત ત્રણ બાથરૂમપાણીનું પરબપાણીનો મોટર વાળો રૂમસીસીટીવી રૂમ ,મુખ્ય ઓફીસ સહિતની મિલકત પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે જે ફરિયાદના આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે તેવામાં મોરબી કોર્ટમાં આરોપીઓની આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેએ કરેલી દલીલોને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News