મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ વાંકાનેરથી જડેશ્ચરને જોડતા રોડ રિસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે મોરબીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના બે લાખ રૂપિયા લેનાર યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો: ખેતી જમીન પડાવી લેવા કારસો કરનારા ત્રણ સામે ફરિયાદ મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોના વેક્સિન લેવા માટે ઉત્સાહ અણનમ છતાં સેન્ટરો ઘટ્યા !


SHARE











મોરબી જિલ્લામાં કોરોના વેક્સિન લેવા માટે ઉત્સાહ અણનમ છતાં સેન્ટરો ઘટ્યા !

મોરબી જિલ્લામાં કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન જોરશોરથી ધરું કરવામાં આવ્યું હતું અને 70 સેન્ટરો ઉપર સરકાર દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ મોરબી જીલ્લામાં "કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન"માં ૧૮ વર્ષથી વધુ વયજુથના તમામ લોકોને કોવિડ વેક્સિન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, આજની તારીખે માત્ર 15 સેન્ટરો ઉપર જ કોરોના વેક્સિન મૂકવા માટેની કામગીરી મોરબી જીલ્લામાં કરવામાં આવી રહી છે જેથી કરીને કોવિડ વેક્સિન લેવા માટે યુવાનો સહિતના લોકો જીલ્લામાં હેરાન થઈ રહ્યા છે

મોરબી જિલ્લામાં ગત ૪ તારીખથી ૧૮ વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન શરૂ કરાયું છે અને પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હતું જો કે, ત્યાર બાદ આ અભિયાનમાં ૧૮ વર્ષથી વધુ વયજુથના તમામ લોકો વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઇન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને રસીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જો કે, વેક્સિનના ડોઝ ઓછા આવી રહ્યા હોવાથી ધીમેધીમે સેન્ટર ઘટાડવામાં આવી રહ્યા છે અને આજની તારીખે જિલ્લા ૭૦ ના બદલે માત્ર ૧૬ સેન્ટર ઉપર જ વેક્સિન આપવામાં આવી રહી છે વધુમાં જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી પાસેથી મળી રહેલી માહિતી મુજબ જીલ્લામાં ૩૦૦૦ ડોઝ કોવિશિલ્ડ અને ૧૦૦૦ ડોઝ કોવેક્નસિનનો જથ્થો આપવામાં આવે છે જેમાથી દરેક સેન્ટરને તેની જરૂરિયાત મુજબ જથ્થો આપવામાં આવે છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં પહેલા ૭૦ સેન્ટરો ઉપર વેકસીન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને યુવાનો સહિતના લોકો ઉત્સાહ સાથે વેક્સિન લેવા માટે જતાં હતા જો કે, આજની તારીખે તે પૈકીનાં ઘણા સેન્ટરોમાં વેક્સિનેશન બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને લોકોને ધક્કા થઈ રહ્યા છે અને વેક્સિન લેવા માટે હેરાન થવું પડે છે

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News