મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો


SHARE





















માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો

માળિયા તાલુકાની શ્રી નાની બરાર કુમાર તાલુકા શાળામાં શાળાના વિદ્યાર્થીઓમાં વ્યાવહારિક જ્ઞાન, સ્વાવલંબન અને જીવનઉપયોગી કૌશલ્યોનો વિકાસ થાય તેવા શુભ આશયથી ‘લાઇફ સ્કીલ મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિદ્યાર્થીઓએ રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સુશોભન અને કળા અંતર્ગત હેર સ્ટાઇલ, મહેંદી મૂકવી તથા મનોરમ ફૂલોની રંગોળી બનાવવી જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ રજૂ થઈ હતી. આ સાથે વિદ્યાર્થીઓ વ્યવહારુ કામગીરીથી પરિચિત થાય તે માટે ડ્રિલ મશીન ચલાવવું, સ્ક્રૂ અને ખીલી લગાવવા, પંચર બનાવવું, ટાયરમાં હવા ભરવી તથા રમતના મેદાનના માપસરના રેખાંકન (દોરવા) જેવી ટેકનિકલ અને શારીરિક શ્રમની પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેળાનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાણી-પીણીના વિવિધ સ્ટોલ રહ્યા હતા. બાળ વેપારીઓએ ઉત્સાહપૂર્વક પાણીપુરી, ભૂંગળા બટેટા, રસ દાળ, ચણા મસાલા, સ્વાદિષ્ટ ભેળ, દહીં ચેવડો અને પોચા ઢોકળા જેવી વિવિધ વાનગીઓ બનાવીને તેનું વેચાણ કર્યું હતું. આ સ્ટોલ્સ દ્વારા વિદ્યાર્થીઓએ હિસાબ-કિતાબ, વ્યવસાયિક સૂઝ, ટીમવર્ક અને ગ્રાહક સંપર્ક જેવા મહત્વના કૌશલ્યો પ્રત્યક્ષ રીતે શીખ્યા હતા. આ શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફર, શિક્ષકગણ અને હાજર રહેલ ગ્રામજનોએ બાળકાળથી જ જીવનજીવવાની કળા શીખવતા આ અનન્ય પ્રકલ્પને બિરદાવ્યો હતો.










Latest News