મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ


SHARE





















ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકાકક્ષા તથા મોરબી ગ્રામ્ય જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ હેઠળ રમતવીરો માટે કુલ ૨૪ જેટલી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહાકુંભ અંતર્ગત મોરબી ખાતે બેડમિન્ટન, વોલીબોલ અને કરાટે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને જુસ્સો દર્શાવતા મોરબી જિલ્લાના યુવા રમતવીરોએ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બેડમિન્ટનના કોર્ટ પર શટલની રફતાર, વોલીબોલના મેદાન પર ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને કરાટેમાં ખેલાડીઓની અનુશાસિત માર્શલ આર્ટ્સ ક્ષમતાએ ઉપસ્થિત તમામ ખેલપ્રેમીઓ અને આયોજકોના દિલ જીતી લીધા હતા. મોરબી જિલ્લાના યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા અને તેમને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધવાની તક પૂરી પાડવા માટે ખેલ મહાકુંભ એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યો છે.










Latest News