વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત


SHARE





















મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા સત્યાગ્રહ છાવણી નાખીને જે ખાનગી વીજ કંપની પાસેથી વળતર મેળવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમ્યાન આગામી સમયમાં ખેડૂત મહાપંચાયત બોલાવવાની જાહેરાત ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે જેથી ખેડૂત આગેવાનો ગાંધીનગર ઉમિયાધામ સિદસર સંસ્થા ખાતે ગયા હતા ત્યારે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ખેડૂતોની ન્યાયી માંગણીઓને લઈને સરકાર સાથે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી હતી. જેથી આગામી સમયમાં ગુજરાતનાં જુદાજુદા જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને સરકાર સાથે વળતર બાબતે બેઠક કરવામાં આવશે.

મોરબી જીલ્લામાં ગુજરાતનાં તમામ ખેડૂતોને તેમજ જુદાજુદા સમાજની સામાજિક સંસ્થાઓના આગેવાનોને એક મંચ ઉપર લાવીને વિશાળ ખેડૂત મહાપંચાયત યોજાની જાહેરાત જેતપર ગામે ચાલતી સત્યગ્રહ છાવણીના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી અને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે તેવામાં જેતપરના ખેડૂત આગેવાનો સીદસર ઉમિયાધામ સંસ્થાના આગેવાનોને મળવા માટે ગાંધીનગર ખાતે ગયા હતા ત્યારે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓએ ખેડૂત આગેવાનોને કહ્યું હતું કે, સરકાર પણ ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓને સાંભળવા માટે તૈયાર  છે ત્યારે આગમી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉમિયાધામના ટ્રસ્ટીઓ અને સત્યાગ્રહ છાવણીના ખેડૂત પ્રતિનિધિઓ તેમજ ગુજરાતનાં જુદાજુદા જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મળીને સરકાર સમક્ષ ખેડૂતોની માંગણીઓને લઈને રજૂઆત કરવા માટે જશે










Latest News