મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત


SHARE





















મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત

નાગરિકોને ઘર આંગણે મળતી ટપાલ અને જાહેર સેવાઓની ગુણવત્તા વધુ સઘન બને તથા પ્રક્રિયા વધુ પારદર્શક બને તે હેતુથી મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ તથા ટંકારા પોસ્ટ ઓફિસની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી. અને કલેક્ટરએ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ટપાલ બુકિંગ, વિતરણ વ્યવસ્થા, રોકડ વ્યવસ્થાપન તેમજ આધાર નોંધણી અને આધાર સંબંધિત સેવાઓની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને ઉત્કૃષ્ટ સેવાઓની પ્રશંસા કરી તેનો વ્યાપ વધુ વધારવા સૂચન કર્યું હતું. પોસ્ટ ઓફિસમાં નાગરિકોની અવરજવર અને સુવિધાઓને ધ્યાને રાખીને યોગ્ય જગ્યાની આવશ્યકતા પર ભાર મૂકતા કલેક્ટરએ નવા મકાન માટે યોગ્ય જગ્યા કે જમીનની માંગણી કરવા પોસ્ટલ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, ટપાલ વિભાગની વિવિધ સેવાઓ અંગે જનજાગૃતિ વધે તે માટે મહાનગરપાલિકાના માધ્યમથી જરૂરી પત્રકોનું વિતરણ કરવા અંગે પણ સૂચનો કરાયા હતા. મોરબી મુલાકાત બાદ કલેક્ટરએ ટંકારા પોસ્ટ ઓફિસની પણ મુલાકાત લીધી હતી અને નાગરિકોને વધુ કાર્યક્ષમ તથા સુલભ સેવાઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન રાજકોટ પોસ્ટલ ડિવિઝનના સહાયક અધિક્ષક અધિકારી તથા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્ટર વર્ષાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.










Latest News