મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબી અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું હાર્ટ એટેકથી અમદાવાદ ખાતે નિધન: માદરે વતન ચાચાપરમાં સાંજે કરાશે અંતિમવિધિ


SHARE





















મોરબી અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું હાર્ટ એટેકથી અમદાવાદ ખાતે નિધન: માદરે વતન ચાચાપરમાં સાંજે કરાશે અંતિમવિધિ

મોરબી સહિત સમગ્ર દેશ અને દુનિયામાં ઘડિયાળ ઉદ્યોગમાં ડંકો વગાડતા અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ખાતે રહેતા હતા અને ત્યાં ગઈકાલે મોડી રાત્રે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા અને આજે તેમના પાર્થિવ દેહને અમદાવાદથી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ તેઓના નિવાસ્થાન ખાતે લઈ આવવામાં આવી રહ્યો છે અને સાંજે 5:00 વાગ્યે સનાળા રોડ ઉપર આવેલ રેવા બંગલા ખાતેથી ચાચાપર ગામ સુધીની તેઓની અંતિમયાત્રા યોજાશે અને ચાંચાપર ગામે તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવશે

મોરબીમાં સ્વ. ઓધવજીભાઈ આર. ભાલોડિયા (O.R. Patel) દ્વારા વર્ષ 1971માં મોરબીમાં ઘડિયાળના વ્યવસાયની શરૂઆત કરી હતી અને પહેલા અજંતા અને ત્યાર બાદ ઓરપેટ નામથી બે પેઢી સમયાંતરે શરૂ કરવામાં આવી હતી જો કે, હાલમાં અજંતા ગ્રૂપ તેઓના મોટા દીકરા પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા (75, જન્મ તારીખ 27/12/1953) સાંભળતા હતા અને ઓરપેટ ગ્રૂપ જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા સાંભળી રહ્યા છે. ખાસ કરીને પ્રવીણભાઈએ 1980ના દાયકામાં ઘડિયાળના વ્યવસાયનું સંચાલન સંભાળ્યું હતું અને અજંતા (Ajanta) બ્રાન્ડને આગળ વધારવામાં તેઓની મહત્વની ભૂમિકા હતી. ત્યારબાદ પ્રવીણભાઈએ ઓરપેટ ગ્રૂપની રચના કરી અને ડિજિટલ કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળ સહિતના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના વ્યવસાયને આગળ વધાર્યો હતો અને દેશ અને દુનિયામાં અજંતા અને ઓરપેટ ગ્રૂપનો ડંકો વગાડયો હતો જો કે, ઉમર અવસ્થાના લીધે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ બીમાર હતા અને અમદાવાદ ખાતે રહેતા હતા દરમ્યાન ગઇકાલે મોડી રાતે તેઓ પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવી જવના લીધે તેઓનું નિધન થયું છે અને આજે પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાના પાર્થિવ દેહને અમદાવાદથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રેવા બંગલો તેઓના નિવાસ સ્થાન ખાતે લઈને આવી રહ્યા છે અને આજે સાંજે 5:00 વાગ્યે તેઓના નિવાસ સ્થાનેથી તેઓના માદરે વતન ચાચાપર ગામ સુધીની અંતિમયાત્રા યોજાશે અને ચાંચાપર ગામે આવેલા સ્મશાન ઘાટ ખાતે તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવશે તેવી માહિતી તેઓના પરિવારજન પાસેથી મળી છે.










Latest News