મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ


SHARE









વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લમાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો સહિતના જોડાયા હતા.

વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વીડી ભોજપરા, પલાસ, ભોજપરા અને જાંબુડિયા ગામોની પ્રાથમિક શાળાઓમાં વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૬ ની ઉજવણીના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધા અને વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત જાલસીકા અને વીડી ભોજપરા ગામની પ્રાથમિક શાળામાં ૧૩૫ જેટલા વિદ્યાથીઓને સ્કૂલ બેગ પણ આપવામાં આવી હતી. વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૬ ની ઉજવણીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચ દ્વારા વિદ્યાર્થીઓને વન્યપ્રાણીનું આપણા પર્યાવરણમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને વન્યપ્રાણીના રક્ષણ અને સંવર્ધન અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.




Latest News