મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન
ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર !
SHARE
ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર !
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય બેઠકમાં સાપે છછુંદર ગળ્યા જેવો ઘાટ સર્જાયો છે કારણ કે જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના છે તેમ છતાં પણ બહુમતીને જોરે ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના તમામ સભ્યોને સરખા ભાગે સ્વભંડોની ગ્રાન્ટ મળે તે એજન્ડાને નામંજૂર કરવામાં આવેલ છે અને તેની જગ્યાએ જે બે પેટા એજન્ડા મુકવામાં આવ્યા હતા જેમાં ભાજપના 17 સભ્યોના મત વિસ્તાર માટે 5.97 કરોડના વિકાસ કામો મંજૂર કર્યા છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસના 7 સભ્યોએ મૂકેલા 1.93 કરોડના વિકાસ કામોની પેટા દરખાસ્ત ભાજપના સભ્યોએ બહુમતીના જોરે નામંજૂર કરેલ છે જોકે, કોંગ્રેસના સભ્યોના મતવિસ્તારમાં આંગણવાડી બનાવવા માટે 1 કરોડ અને પ્રમુખે મૂકેલા 45 લાખના vikas કામોને ભાજપ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે આમ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હોવા છતાં પણ ભાજપ દ્વારા બહુમતીના જોરે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો તેઓના વિસ્તારમાં ધાર્યા મુજબના વિકાસ કામ ન કરી શકે તે પ્રકારનો તખ્તો ગોઠવી દેવામાં આવ્યો છે જોકે, હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ દ્વારા કાનૂની કાર્યવાહી કરીને બહુમતીના જોરે મંજૂર કરાયેલા એજન્ડા ઉપર રોક લગાવવામાં આવે છે કે પછી તેની સામે આંખ મીંચામણાં કરવામાં આવશે.
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરીયાના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં તમામ સભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. પહેલા ગત સામાન્ય સભાની બેઠકની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતમાં રીનોવેશનની કામગીરી તેમજ અધિકારીના જુના વાહનને કન્ડમ કરી નવા વાહનની ખરીદી સહિતના એજન્ડા સર્વાનુમતે બહાલી આપીને મંજૂર કરવામાં આવ્યા હતા જોકે આ સામાન્ય સભા બેઠકમાં જિલ્લા પંચાયતના તમામ સભ્યોના મત વિસ્તારમાં સ્વભંડોળમાંથી સરખા ભાગે રકમની ફાળવણી કરવામાં આવે અને વિકાસ કામ થાય તેના માટેનો એજન્ડા મુકવામાં આવ્યો હતો અને આ એજન્ડાનોજિલ્લા પંચાયતના 24 પૈકીના ભાજપમાંથી ચૂંટાયેલા 17 સભ્યો દ્વારા વિરોધ કરીને બહુમતીના જોરે તમામ સભ્યોને સરખા ભાગે સ્વભંડોળની ગ્રાન્ટ આપવાના એજન્ડાને નામંજૂર કરવામાં આવેલ છે.
જોકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર તથા કારોબારી સમિતિના અધ્યક્ષ મનીષભાઈ કાંજિયા દ્વારા ભાજપના ચૂંટાયેલા 17 સભ્યો પાસેથી વિકાસ કામો માંગવામાં આવ્યા હતા અને સભ્યો દ્વારા રજુ કરવામાં આવેલા 5.97 કરોડના વિકાસ કામોને બહુમતીથી સામાન્ય સભામાં મંજૂર કરાવ્યા હતા જોકે કોંગ્રેસના સભ્યો દ્વારા 1.93 કરોડના જુદા જુદા વિકાસ કામો ની દરખાસ્ત મુકવામાં આવી હતી જેને ભાજપ દ્વારા બહુમતીના જોરે નામંજૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરીયા દ્વારા 45 લાખના વિકાસ કામો મૂકવામાં આવ્યા હતા તે અને કોંગ્રેસના ચૂંટાયેલા સાત સભ્યોના મત વિસ્તારમાં રૂપિયા 1 કરોડના આંગણવાડી બનાવવાના કામોને મંજૂર કરવામાં આવેલ છે આમ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યોને સરખા ભાગે સ્વભંડોળની રકમમાંથી ગ્રાન્ટ ન મળે તેમ છતાં પણ સમગ્ર જિલ્લામાં વિકાસ કામો ચાલુ રહે આવો ઠરાવ બહુમતીના જોરે ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે અને ચાલુ સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ દરેક સભ્યોને સ્વભંડોની ગ્રાન્ટમાંથી સરખા ભાગે રકમ આપવાનું રટણ કરતા રહ્યા અને ભાજપના સભ્યોએ ખેલ પાડી દીધો હતો. જોકે, પ્રમુખે આપેલ સૂચના મુજબ દરેક સભ્યને સરખા ભાગે સ્વભંડોળની ગ્રાન્ટ ન મળે તો શું કાનૂની લડાઈ થશે કે કેમ તેના ઉપર સહુ કોઈની નજર મંડાયેલી છે આ સામાન્ય સભામાં વાંકાનેર તાલુકાના જુદાજુદા 6 રોડના કામ જુદીજુદી બે એજન્સીઓને આપવામાં આવેલ છે તે કામ કરતી ન હોય હાલમાં પાયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સી દ્વારા તેના અધૂરા કામ સમયસર હવે પૂરા કરવા માટે ખાતરી આપવામાં આવી છે જેથી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ નથી પરંતુ ઉમિયા કન્સ્ટ્રકશન નામની એજન્સીને જિલ્લા પંચાયત દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવેલ છે