મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
SHARE
મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
મોરબીના આમરણ ચોવીસી વિસ્તારમાં ચાલુ વર્ષે ચોમાસામાં પૂરતા પ્રમાણમાં વરસાદ થયો નથી જેથી હાલમાં ખેડૂતો અને ખેતીની સ્થિતિ દયનીય છે તેમ છતાં પણ સરકાર દ્વારા આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો નથી જેથી આમરણ ગ્રામ પંચાયતના લેટરપેડ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવીને આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને લઈને સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા રાજયના મુખ્યમંત્રીને અપૂરતો વરસાદ હોય ત્યાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે જો કે, તેમાં આમરણ ચોવીસીનો સમાવેશ કરવામાં આવતો નથી અને આ વિસ્તારમાં તા. 16/7/26 થી 18/7/26 ના સમયગાળામાં 55 એમએમ જેટલો વરસાદ થયો હતો જેથી ખેડૂતોએ વાવણી કરેલ હતી અને પાકનો ઉગાવો ખૂબ સારા પ્રમાણમાં થયેલ હતો જોકે તા. 19/7 થી લઈને 23/7 સુધીમાં વાવણીનું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું અને ત્યારબાદ વરસાદ ન પડતા પાણીની ખેંચ ઊભી થઈ હતી અને પાક મુર્જાઈ ગયેલ છે હાલ પાકની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી જમીનના તળમાં પણ ખારું પાણી આવતું હોવાથી ખેડૂતો તેના ખેતરમાંથી પાક લઈ શકે તેવી પરિસ્થિતિ નથી જેથી આમરણ ચોવીસી વિસ્તારના ખેડૂતોને તેઓના ખેતરમાંથી કોઈ ઉપજ આવે તેવું હાલમાં દેખાતું નથી જેથી કરીને ખેડૂતોએ પોતાના ખેતરની અંદર જે હાલમાં પાક ઉભો છે તેમાં ગૌશાળાની ગાયો અને માલધારીના માલ ઢોરને ચરાવવા માટે તેને મૂકી દીધેલ છે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આમરણ ચોવીસી વિસ્તારના તમામ ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને મોરબી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ ત્યારે આમરણ ગ્રામ પંચાયતના માજી સરપંચ નૈમિષભાઈ ગાંભવા, મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અમુભાઈ હુંબલ, કોંગ્રેસનાં આગેવાન દીપકભાઈ પરમાર સહિતના અનેક સ્થાનિક આગેવાનો તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા