મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન


SHARE









મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન
 
શ્રી હિરાપર પ્રાથમિક શાળામાં તા. 30 ઓક્ટોબરના રોજ પ્રથમ સત્રાંત પરીક્ષાની પૂર્ણાહુતિ બાદ તા. 4 નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ માટે નવરાશના દિવસો દરમિયાન વિવિધ શૈક્ષણિક, સર્જનાત્મક અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
વિદ્યાર્થીઓ પરીક્ષાના માહોલમાંથી મુક્ત થઈ આનંદ સાથે કંઈક નવું શીખી શકે અને પોતાની આંતરિક પ્રતિભાને બહાર લાવી શકે તેવા ઉમદા હેતુથી શાળા દ્વારા પ્લીકર્સ ગ્રૂપ ક્વિઝ, પિક્સલ આર્ટ, રંગોળી સ્પર્ધા, દિયા ડેકોરેશન તેમજ વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. ગ્રૂપ ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન, તર્કશક્તિ, ટીમવર્ક અને સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પિક્સલ આર્ટ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. રંગોળી અને દિયા ડેકોરેશન જેવી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ રંગો, આકારો અને કલાત્મકતાના સમન્વયથી સુંદર કૃતિઓ તૈયાર કરી હતી. જ્યારે રમતગમતની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક સ્ફૂર્તિ, સહકાર, શિસ્ત અને ખેલદિલીની ભાવના વિકસે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
 
આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની સાથે સાથે શાળાના શિક્ષણકાર્યને આનંદદાયી, પ્રવૃત્તિલક્ષી અને અનુભવ આધારિત બનાવવાનો હતો. આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. શાળાના આચાર્ય બી આઈ ગોધાણીનાં જણાવ્યા અનુસાર શ્રી હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો માત્ર મનોરંજન પૂરતા મર્યાદિત ન રહેતાં આનંદ સાથે શીખવા, સર્જન કરવા અને નવી પ્રતિભાઓ ખીલવવાનો સુંદર અવસર બની રહ્યા હતા.



Latest News