મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વીરવદરકા ગામે નજીવી વાતમાં મારામારીળ હવે સામસામી ફરિયાદ


SHARE









માળીયા (મી)ના વીરવદરકા ગામે નજીવી વાતમાં મારામારીળ હવે સામસામી ફરિયાદ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો યુવાને તેના વતન વીરવદરકા ગામે ઝાંપા પાસે હતો ત્યારે અગાઉ દારૂના ગુનામાં પકડાયેલા શખ્સને વહેમ હતો કે યુવાને તેની ગામમાં વાતો કરે છે જે બાબતનો ખાર રાખીને તેની સાથે બોલાયેલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ લાકડાના ધોકાથી તેમજ ઢીકાપાટુનો ચાર જેટલા શખ્સો દ્વારા યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે સામા પક્ષેથી પણ ત્રણ શખ્સોની સામે વળતી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે

મૂળ માળીયા મીયાણા તાલુકાના વીર વિદરકા ગામ રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ મનસુખભાઈ બાબરીયા (22) એ માળીયા મીણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિલભાઈ નિલેશભાઈ થરેસા, રાકેશભાઈ નિલેશભાઈ થરેસા, અજયભાઈ રમેશભાઈ થરેસા અને ગેલાભાઈ રમેશભાઈ થરેસા રહે. બધા વીર વિદરકા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વીર વિદરકા ગામના ઝાપા પાસે તે ઊભો હતો ત્યારે આરોપી અનિલ અગાઉ દારૂના ગુનામાં પકડાયેલ હોય તેની વાત ફરિયાદી ગામમાં કરે છે તેવો વહેમ રાખીને ફરિયાદી સાથે અનિલે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને જપાજપી કરી હતી તેમજ ફરિયાદીને ગાળો આપીને લાકડાના ધોકા વડે સાથળના ભાગે તેમજ શરીરે ઢિકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી અનિલભાઈ નિલેશભાઈ થરેસા (20)એ વિશાલ મનસુખભાઈ બાબરીયા, અમિત મનસુખભાઈ બાબરીયા તથા રાજદીપ નાનજીભાઈ બાબરીયા રહે. બધા વીર વિદરકા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે ગામના ઝાપા પાસે હતો ત્યારે વિશાલ બાબરીયા અગાઉના દારૂના કેસ બાબતે ન્યુઝમાં આવેલ ખબર વિશે ફરિયાદીની ખોટી અફવાઓ ફેલાવી રહ્યો હતો જેથી ફરિયાદીએ ખોટી અફવાઓ ન ફેલાવવા કહ્યું હતું અને ત્યારે ફરિયાદી સાથે આરોપીએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને લાફો મારીને પાડી દીધો હતો અને જમણા પગે ધોકો માર્યો હતો તેમજ બાકીના બે આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News