હળવદમાં વાડીએ જવાનો રસ્તો ખુલ્લો કરાવતા યુવાન સહિતનાઓને બે મહિલા સહિત 6 લોકોએ માર માર્યો
મોરબીના બરવાળા પાસે સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વધુ એક યુવાનનું મોત: ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના બરવાળા પાસે સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વધુ એક યુવાનનું મોત: ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના નવલખી રોડ ઉપર બરવાળા ગામ નજીક બોલેરો ગાડીને ડમ્પર ચાલકે રોંગ સાઈડમાં આવીને હડફેટે લીધી હતી અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં બોલેરો ગાડીની અંદર જઈ રહેલા બાળકો સહિત કુલ મળીને 12 જેટલા વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી અને તે પૈકી 2 યુવાનોના પહેલા મોત નિપજ્યાં હતા જયારે સારવાર દરમ્યાન વધુ એક યુવાનનું મોત નીપજયું છે આમ કુલ મૃત્યુ આંક 3 થયો છે જે બનાવમાં મૃતક યુવાનોના ભાઈ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં પીપળી ગામે મનીષ કાંટા પાસે ભાડાની ઓરડીમાં રહેતા સહાદરભાઈ રૂમાલભાઈ મોહનિયા (35)એ ડમ્પર નંબર જીજે 26 પી 4872 માં ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ પર બરવાળા ગામ પાસેથી ફરિયાદી તથા તેમના સગા બે ભાઈ તથા પત્ની તેમજ અન્ય સગા સંબંધીઓ બોલેરો ગાડી નં. એમપી 30 સી 4418 માં બેસીને જતા હતા ત્યારે ડમ્પરના ચાલકે બેફિકરાયથી વાહન ચલાવ્યું હતું અને રોંગ સાઈડમાં ડમ્પર લઈ આવીને બોલેરો ગાડીને હડફેટે લીધી હતી અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં ફરિયાદીના બે ભાઈ મહેન્દ્ર રૂમાલભાઈ મોહનિયા (43) અને દિનેશ રૂમાલભાઈ મોહનિયા (27) તથા ફરિયાદીના બનેવી શંકર પુનસિંગ અજનાર (36) ને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેઓનું મોત નીપજ્યું છે જ્યારે ફરિયાદી તથા તેઓના અન્ય સગા સંબંધીઓને નાના મોટી ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હોવાથી તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક સ્થળ ઉપર પોતાનું વાહન મૂકીને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનોના ભાઈ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે