મોરબીના દેવળીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટકકર મારતા વૃધ્ધનું મોત દુનિયામાં ઘડિયાળ ઉદ્યોગમાં મોરબીનો ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની ઓરડીમાં મહિલાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત: જોધાપર ગામે રહેતી મહિલાનું ઘરે કોઈપણ કારણોસર મોત આર્થિક કારણોસર અણધાર્યા પગલાં ભર્યા: હળવદમાં પરિણીતા-ટંકારાના નસીતપર ગામે તરુણે કર્યો આપઘાત વાંકાનેરના રંગપર પાસેથી અજાણી મહિલા અને હળવદમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ માળીયા (મી)ના વીરવદરકા ગામે નજીવી વાતમાં મારામારીળ હવે સામસામી ફરિયાદ મોરબીના બરવાળા પાસે સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વધુ એક યુવાનનું મોત: ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો હળવદમાં વાડીએ જવાનો રસ્તો ખુલ્લો કરાવતા યુવાન સહિતનાઓને બે મહિલા સહિત 6 લોકોએ માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર પાસેથી અજાણી મહિલા અને હળવદમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ


SHARE







વાંકાનેરના રંગપર પાસેથી અજાણી મહિલા અને હળવદમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ

વાંકાનેરના રંગપર ગામની સીમમાં કારખાનાની દિવાલ પાસેથી અજાણી 35 થી 40 વર્ષની મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી જયારે હળવદમાં ભવાનીનગર ઢોરો વિસ્તારમાં તાલુકા સ્પોર્ટ સંકુલ સામેના ભાગમાંથી કોઈ અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે બંને બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને મૃતક વ્યક્તિઓના વાલી વારસને શોધવા માટેની તજવીજ ચાલી રહી છે.


વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં ગ્રીન વિટેક કારખાનાની દિવાલ પાસેથી કોઈ અજાણી 35 થી 40 વર્ષની મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક મહિલા કોણ છે તે શોધવાની દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.વી.ખાંભલા ચલાવી રહ્યા છે

હળવદમાં ભવાનીનગર ઢોરો વિસ્તારમાં તાલુકા સ્પોર્ટ સંકુલ સામેના ભાગમાંથી કોઈ અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની અશ્વિનભાઈ બાબુભાઈ ડાભી (34) પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને મૃતક યુવાન કોણ છે તે અંગેની તપાસ શરૂ કરી છે.




Latest News