મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે મોરબીની આયુર્વેદ શાખા દ્વારા વિશેષ આયુષ કેમ્પ યોજાયો


SHARE





















૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે મોરબીની આયુર્વેદ શાખા દ્વારા વિશેષ આયુષ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં ૧૧ માં રાષ્ટ્રીય ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા નિરામય મોરબીના ઉદ્દેશ સાથે વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર કેમ્પ યોજવામાં આવ્યા હતાં.

આ સારવાર કેમ્પ અન્વયે ૨૧, સપ્ટેમ્બર,૨૦૨૬ ના રોજ હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને માળીયા તાલુકાના ખાખરેચી તથા ૨૩, સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મોરબી તાલુકાનાં ખાનપર ખાતે લોકોની આરોગ્ય સુખાકારી માટે વિશેષ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેનો ૫૪૩ લોકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ૫૯૬ લોકોએ શિબિર, ૭૩૯ લોકોએ ચાર્ટ, બેનર પ્રદર્શન તથા ૩૬૯ જેટલા લોકોએ યોગ શિબિરનો લાભ લીધો હતો. આ કેમ્પમાં લોકોને આયુર્વેદની સાથે આરોગ્યની જાળવણી માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.










Latest News