મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ


SHARE









ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ

ટંકારાના સજનપર ગામે યુવાનને તેના ઘર પાસે રહેતા શખ્સે “તમને બધાને એક વખત મારવા છે” તેવું કહીને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ યુવાનની માતાએ સામે વાળા શખ્સને પૂછ્યું હતું કે “તમારે મારા દીકરાને મનીષને કેમ મારવો છે” ત્યારે સામે વાળાએ બોલાચલી ઝઘડો કર્યો હતો અને સામસામે મારા મારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા મનીષભાઈ માવજીભાઈ જાદવ (27)એ હાલમાં કિશોરભાઈ મગનભાઈ જાદવ, જેરામભાઈ મગનભાઈ જાદવ, રમેશભાઈ મગનભાઈ જાદવ અને ગીતાબેન રમેશભાઈ જાદવ રહે. બધા સજનપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આરોપી કિશોરભાઈ તેઓના ઘર પાસેથી નીકળ્યા હતા અને તેમણે ફરિયાદીને કહ્યું હતું કે “તમને બધાને એક વાર તો મારવા છે” તેવું કહીને ગાળો આપી હતી અને ત્યાંથી જતા રહ્યા હતા જો કે પાછા આવ્યા ત્યારે ફરિયાદીની માતાએ કિશોરભાઈને કહ્યું હતું કે “તમારે મારા દીકરા મનીષને કેમ મારવો છે” જેથી તેઓએ ફરિયાદી તથા તેના માતા સાથે બોલા ચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ બાકીના આરોપીઓ ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ઝઘડો કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને શેરીમાં પડેલ લાકડાના ધોકા વડે કિશોરભાઈ અને જેરામભાઈએ ફરિયાદીના પિતાને માથામાં માર મારીને ઈજા કરી હતી તથા ફરીયાદી, તેઓના માતા અને સાહેદ કાજલબેનને ધોકા વડે માર મારીને ઇજાઓ કરી હતી અને જતા જતા આરોપીઓએ ફરિયાદીના ઘરના દરવાજામાં ઈંટના ઘા માર્યા હતા અને “તમે બધા તમારા ઘરની બહાર નીકળો ત્યારે તમને જીવતા નથી રહેવા દેવા તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી” જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જ્યારે સામાપક્ષેથી જેરામભાઈ મગનભાઈ જાદવ (49)એ હાલમાં રાહુલભાઈ માવજીભાઈ જાદવ, હંસાબેન માવજીભાઈ જાદવ, કિશોરભાઈ માવજીભાઈ જાદવ, માવજીભાઈ દલાભાઈ જાદવ અને ખેંગારભાઈ માવજીભાઈ જાદવ રહે. પાંચેય સજનપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી રાહુલે ફરિયાદીના પિતાને ગાળો આપી હતી જેથી ફરિયાદી અને સાહેદ કિશોરભાઈ બંનેએ ગાળો આપવાની ના પાડતા રાહુલ અને હંસાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ બોલાચાલી ઝઘડો કર્યો હતો ત્યારબાદ કિશોરભાઈ અને માવજીભાઈ ત્યાં આવ્યા હતા અને ઘરની બહાર પડેલા લાકડાના ધોકા લઈને ફરિયાદીને માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી અને અન્ય આરોપીઓ ફરિયાદી તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને તેઓની સાથે બોલાચાલી કરી જપાજપી કરી હતી જેથી ઇજા પામેલ ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં યુવાનને માથામાં ટાંકા આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News