મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોન્ટ્રાકટરે 10 લાખની સામે 33 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા વધુ 15.50 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી !: 4 પૈકી 3 આરોપીની ધરપકડ


SHARE











વાંકાનેરમાં કોન્ટ્રાકટરે 10 લાખની સામે 33 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા વધુ 15.50 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી !: 4 પૈકી 3 આરોપીની ધરપકડ

વાંકાનેરમાં રહેતા કોન્ટ્રાક્ટરને રૂપિયાની જરૂર હતી જેથી તેને 10 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધેલા હતા અને તેની સામે તેણે 25 લાખ જેટલી રકમ અગાઉ ચૂકવી દીધી હતી તેમ છતાં પણ તેની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતા વધુ 8 લાખ રૂપિયા આપ્યા હતા આમ 33 લાખ રૂપિયા જેટલી રકમ આપી દીધી હોવા છતાં પણ તેની પાસેથી વધુ 15.5 લાખ રૂપિયાની ફોન ઉપર માંગણી કરવામાં આવી હતી અને તેને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવા આવતા પોલીસે ગુનો નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના જીનપરા શેરી નં. 10 રંગના કારખાના વાળી શેરીમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર દેવેન્દ્રભાઈ બળવંતભાઈ સગર (42)એ હાલમાં સરફરાજભાઈ હુસેનભાઇ મકવાણા રહે. વાંકાનેર, પુનિતભાઈ રહે. મોરબી, સાકીરભાઇ ઇકબાલભાઈ ઘોઘાણી રહે. મોરબી તેમજ રમજાનભાઈ ઉર્ફે રમજુ રહે. ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વર્ષ 2022 માં ફરિયાદીએ આરોપી સરફરાજભાઈ પાસેથી 10 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધેલા હતા જે રૂપિયાની ઉઘરાણી પુનિતભાઈને સોંપવામાં આવી હતી અને પુનિતભાઈએ ફરિયાદીને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આજ સુધીમાં તેની પાસેથી 25 લાખ રૂપિયા જેટલી ઉઘરાણી કરેલ છે ત્યારબાદ આરોપી સરફરાજએ પોતાના સાળા સાકીરભાઇને રૂપિયાની ઉઘરાણી સોંપી હતી અને ફરિયાદીએ તેને રોકડા 8 લાખ રૂપિયા આપ્યા હતા છતાં સાકીરભાઇએ રમઝાન ભાઈને કહ્યું હતું કે “ફરિયાદીએ વ્યાજના રૂપિયા પહોંચાડેલ નથી તે બાબતે ધમકી આપવા કહ્યું હતું જેથી રમજાનભાઈએ ફરિયાદીને મોબાઇલ પર ફોન કરીને 15.50 લાખ રૂપિયા બળજબરીથી કઢાવવા માટે થઈને ધમકી આપી હતી અને આરોપી સરફરાઝ મકવાણા પેરોલ રજા પર વાંકાનેર આવેલ હોય ફરિયાદીને ઢુવા ખાતે બોલાવી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપે હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે પુનિતભાઈ કનૈયાલાલ મનવાણી (30) રહે. રવાપર રેસીડેન્સી ભીમનાથ એપાર્ટમેન્ટ મોરબી, સાકીરભાઇ ઈકબાલભાઈ ઘોઘાણી (24) રહે. ઝવેરી શેરી લખધીરવાસ વાંકાનેર અને રમજાનભાઈ ઉર્ફે રમજુ કરીમભાઈ માકડીયા (39) રહે. સંધિવાસ ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News