મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૩૫૦ થી વધુ બાળકોને દિવાળી નિમિત્તે નવાં કપડાંનું વિતરણ કરાયું મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીથી મહેશભાઇ રાજકોટિયા-વસિમભાઇ મન્સૂરી દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં 32 લાખનો ફાળો એકત્રિત થયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં આજે લોક ડાયરાનું આયોજન મોરબીના ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ IMA દ્વારા રાજ્ય કક્ષાનો ડૉ. કે.જે. નથવાણી–સોશિયો મેડિકલ એવોર્ડ 2026 એનાયત મોરબી મહાસંઘના હોદેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે


SHARE









મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીના શ્રી જલારામ ધામ ખાતે યોજાશે.

આગામી તા ૪-૧૧-૨૦૨૬ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન ઠક્કર છગનભાઈ ભલાભાઈ (હ.ઉપેન્દ્રભાઈ કાથરાણી) પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.આ  ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી -૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ -૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ નો સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.




Latest News