મોરબીના ઘુંટુ રોડે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબી પટેલ ડાયનિંગ હોલના સંચાલક જીતેન્દ્રભાઈ હિંગરાજીયા ઉપર છરીથી હુમલો, રાજકોટ ખસેડાયા મોરબી સિરામિક ઉદ્યોગને લગતા પ્રશ્નોની વહેલી તકે નિરાકરણ લાવવા મંત્રી ત્રિકમભાઈ છાંગાની ખાતરી મોરબીના ૭૫ વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધ અરજદારે કલેક્ટર પાસે ન્યાય નહિ તો ઈચ્છામૃત્યુ માટે કરી અરજી ! મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા માટીના કોડિયાઓના પેકેટનું કરાયું વિતરણ મોરબીમાં જલારામ બાપાની જન્મજયંતીની શોભાયાત્રાના આયોજન માટે મીટીંગનું આયોજન મોરબી નજીક ઓવરબ્રિજ ઉપર ડિવાઈડરની લોખંડની ગ્રીલ તોડીને ડિવાઈડર વચ્ચોવચ ઊભું રહ્યું !: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીના આમરણ ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ગામનાં આગેવાનો દ્વારા કરાયું
Breaking news
Morbi Today

મોરબી પટેલ ડાયનિંગ હોલના સંચાલક જીતેન્દ્રભાઈ હિંગરાજીયા ઉપર છરીથી હુમલો, રાજકોટ ખસેડાયા


SHARE









મોરબી પટેલ ડાયનિંગ હોલના સંચાલક જીતેન્દ્રભાઈ હિંગરાજીયા ઉપર છરીથી હુમલો, રાજકોટ ખસેડાયા

પોતાના રેસ્ટોરન્ટ નીચે સ્પા આવેલ હોય ત્યાંનો સ્પા સંચાલક પવન ઉર્ફે પવો એક યુવતી સાથે ઝઘડો કરતો હોય જીતેન્દ્રભાઈ વચ્ચે પડતા બનાવ બનેલો

મોરબીમાં પટેલ ડાયનિંગ હોલના સંચાલક જીતેન્દ્રભાઈ હિંગરાજીયા પર છરીથી હુમલો થયો હતો. તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોતાના રેસ્ટોરન્ટ નીચે સ્પા આવેલ હોય ત્યાંનો સ્પા સંચાલક પવન ઉર્ફે પવો એક યુવતી સાથે ઝઘડો કરતો હોય જીતેન્દ્રભાઈ વચ્ચે પડતા બનાવ બન્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતા અને રોયલ પ્લાઝમા પટેલ ડાયનિંગ હોલ નામથી રેસ્ટોરન્ટ ચલાવતા જીતેન્દ્રભાઈ છગનભાઇ હિંગરાજીયા (ઉં.વ.52) ગઈકાલે રાત્રીના એકાદ વાગ્યા આસપાસ પોતાના ડાયનિંગ હોલ ખાતે હતા ત્યારે તેમની બિલ્ડીંગના નીચેના માળે સ્પા ધરાવતો પવન ઉર્ફે પવો જોર જોરથી રાડો પાડી, અપશબ્દો બોલી કોઈ યુવતી સાથે ઝઘડો કરતો હતો.

યુવતીને મારકૂટ કરતો હતો. જેથી જીતેન્દ્રભાઈ તેઓને છોડાવવા માટે ગયા હતા. આ દરમિયાન યુવતીએ કહ્યું કે, તમારે શું છે? આ મારો ભાયડો છે. તેમ કહીં જીતેન્દ્રભાઈ સાથે ઝઘડો કરવા લાગેલ. જેથી જીતેન્દ્રભાઈ પરત ઉપરના માળે પોતાના ડાયનિંગ હોલમાં ચાલ્યા ગયા હતા.

જોકે પવન છરી લઈને દોડી આવ્યો અને ઉગ્ર થઈ હુમલો કરતા જીતેન્દ્રભાઈની સાથળમાં છરીનો ઘા લાગી જતા તત્કાલ મોરબીની હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. પોલીસે આરોપીને પકડવા અને આગળની કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.




Latest News