મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ
SHARE
મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ
મોરબીમાં દરબારગઢ પાસેથી ધોળા દિવસે એકટીવા ઉપર મહિલા તેના પતિ સાથે જઈ રહી હતી ત્યારે ડબલ સવારી બાઇકમાં આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે મહિલાને ગળામાં પહેરેલ સોનાના એક તોલાના ચેનની ચીલ ઝડપ કરી હતી અને સોનાનો ચેન લઈને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીમાં દરબારગઢ પાસે આવેલ મોટી માધાણી શેરી જૈન દેરાસર પાસે રહેતા પૂજાબેન વિરલભાઈ મહેતા (39)એ હાલમાં અજાણ્યા બાઈક ઉપર આવેલા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ દરબારગઢ પાસે આવેલ જૈન દેરાસર નજીકથી તેઓના પતિ સાથે એકટીવા ઉપર જઈ રહ્યા હતા દરમિયાન બાઈક ઉપર આવેલા અજાણ્યા 25 થી 30 વર્ષના બે શખ્સો પૈકી એક શખ્સે ફરિયાદીના ગળામાં પહેરેલ ચેનની ચીલ ઝડપ કરી હતી અને સોનાની ચેન લઈને આરોપીઓ નાસી ગયા હતા જેથી 1.30 લાખ રૂપિયાની કિંમતના સોનાના ચેનની ચીલ ઝડપ થઈ હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે