મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ
Breaking news
Morbi Today

મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ


SHARE









મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ

મોરબીના વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયા દ્વારા લીલાપર રોડ ઉબડ ખાબડ હોવા અંગેની વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાને લઈને મહાપાલિકા દ્વારા મોરબીના લીલાપર રોડ ઉપર રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવ્યું છે. અને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા બદલ કમિશનર સંગીતાબેન રૈયાણી, મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા અને બાંધકામ ચેરમેન રવિભાઈ સનાવડાનો સ્થાનિક લોકો વતી કોર્પોરેટર ભાવિકભાઈ જારીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ ભાવિકકુમાર જારીયા દ્વારા તંત્ર સમક્ષ એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, હાલમાં WBM ની કામગીરી ચાલુ છે, પરંતુ માત્ર WBM થી કામ અધૂરું રહેશે. અનેરસ્તા પર પથ્થર ઉખડવા અને ધૂળ ઉડવાની સમસ્યા રહેશે. જો તેની ઉપર ડામર (Asphalt BC) નું એક ફાઇનલ લેયર કરી દેવામાં આવે તો રોડ મજબૂત અને ટકાઉ બનશે અને લાંબા સમય સુધી ટકી રહેશે.




Latest News