મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ
મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર
SHARE
મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર
મોરબી મહાપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોનો નિકાલ કરવા માટે થઈને એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે અને એજન્સી દ્વારા હાલમાં લાઈટો તહેવારના સમયમાં બંધ ન રહે તેના માટે સતત કામગીરી કરવામાં આવતી હોય છે જેના પરિણામ સ્વરૂપે મોરબીમાં જે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હતી અને તેની ફરિયાદો અગાઉ મળતી હતી જેથી ફરિયાદોનો ઢગલો થતો હતો તેની સામે ફરિયાદોનો તાત્કાલિક નિકાલ થાય છે અને ખાસ કરીને રોશનીના તહેવાર ઉપર મોરબીમાં કોઈ વિસ્તારમાં અંધકાર ન રહે તે માટે થઈને તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સુચના આપવામાં આવેલ છે
મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર કુલ મળીને 32 હજાર કરતાં વધુ સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવી છે અને આ સ્ટ્રીટ લાઇટોમાંથી ઘણી લાઇટો બંધ રહેતી હોવા અંગેની અગાઉ ઘણી ફરિયાદો મળતી હતી જેથી એજન્સીને કામ સોપવા માટેનો મહાપાલિકામાં ઠરાવ થયો હતો ત્યારબાદ એજન્સી નક્કી કરીને તેઓને ગત મહિનાથી કામ સોંપી દેવામાં આવ્યું છે અને પ્રતિ લાઇટના 49 રૂપિયા ચૂકવવાની શરતે કોન્ટ્રાક્ટરને સ્ટ્રીટ લાઈટનું કામ સોંપવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર જે સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હોવાની ફરિયાદો મળતી હોય છે તેનો નિકાલ કરવા માટે સતત કામગીરી કરે છે જેના ફળ સ્વરૂપે હાલમાં અગાઉ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હોવાની ફરિયાદ મળતી હતી તેની સામે ફરિયાદોમાં ઘણો ઘટાડો થયો છે. અને હાલમાં કોન્ટ્રાક્ટરને જે કામ સોંપવામાં આવ્યું છે તેના માટે વાહનો મહાનગરપાલિકાના છે જોકે, તેમાં ડીઝલ ખર્ચ કોન્ટ્રાક્ટરે ભોગવવાનો છે
મોરબીના કેટલાક વિસ્તારોની અંદર રાત્રે અંધકાર હોય છે અને કેટલાક વિસ્તારમાં દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય તેવું જોવા મળતું હોય છે જેની સામે મહાનગરપાલિકાના અધિકારી સૂત્રોના કહેવા પ્રમાણે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં અંદાજે 3,000 જેટલી સ્ટ્રીટ લાઇટો એવી છે કે જે 24 કલાક ચાલુ રહે છે અને તે મહાપાલિકાના કારણે નહીં પરંતુ મહાપાલીકા દ્વારા એક વર્ષ પહેલા પીજીવીસીએલને સ્ટ્રીટ લાઇટના વાયર માટે જરૂરી નાણા ચૂકવી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ પીજીવીસીએલ દ્વારા આજ સુધીમાં તેઓને કરવાની થતી કામગીરી કરવામાં આવી નથી જેથી 24 કલાક લાઇટો ચાલુ રહેતી હોય છે અને તેના લીધે લાઇટો ઘણી જગ્યાએ બંધ પણ થાય છે આટલું જ નહીં વીજળીનો વેડફાટ પણ થાય છે જેથી પીજીવીસીએલ દ્વારા વહેલી તકે કરવાની કામગીરી કરવામાં આવે તો ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો દિવસે બંધ થાય અને વીજળીની બચત થાય તેવું દેખાઈ રહ્યું છે જોકે આ કામગીરી ક્યારે કરવામાં આવશે તે હાલમાં કેવું મુશ્કેલ છે