મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ


SHARE









ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લઈ નજીક આવેલ સીએનજીના પંપ પાસેથી યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો તે વખતે કાર ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો આ બનાવમાં યુવાનને માથાના ભાગે હેમરેજ તથા જમણા હાથમાં ફ્રેકચર અને પેટ તથા શરીરે ઈજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ બાદ કાર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હોય હાલમાં બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના રેલ નગરમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશિપ આવાસ યોજના ખાતે રહેતા વિજયભાઈ ઈશ્વરભાઈ વાજા (55)એ હાલમાં કાળા કલરની ફોરવીલ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઇ ચોકડી નજીક આવેલ સીએનજીના પંપ પાસેથી તેના સાળા મિતેશ નાગર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આરોપીએ બેફિકરાયથી પોતાની કાર ચલાવી હતી અને ફરિયાદીના સાળા મિતેશને હડફેટે લેતા તેને માથાના ભાગે હેમરેજ જેવી ઈજા થઈ છે તથા જમણા હાથમાં ફ્રેકચર અને પેટ તથા શરીરે ઇજાઓ થઈ હોવાથી તાત્કાલિક તેને સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલા યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News