મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ ૭ ફેબ્રુઆરી સુધી વન-વે
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા


SHARE









મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા

મોરબીમાં હાથ ઉછીની લીધેલી રૂપિયાની સામે ચેક આપવામાં આવેલ હતો અને 3.75 લાખનો ચેક  રીટર્ન થયો હતો જેથી કરીને કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે આરોપીને બે વર્ષની સજા અને ફરિયાદીને વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે રૂપિયા ચુકવવા માટે આદેશ કર્યો છે.

આ કેસની વકીલ પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેરના પીપળીયા (અગાભી) ગામે રહેતા મયુરસિંહ ગણપતસિંહ જાડેજા પાસેથી મોરબીમાં રહેતા મમદશા જુમાશા શાહમદારે સંબંધ દવે હાથ ઉછીના 3.75 લાખ રૂપિયા લીધેલ હતા જે પરત આપવા માટે મમદશાએ મયુરસિંહને ચેક આપ્યો હતો અને રાજકોટ નાગરિક સહકારી બેંક લી. મોરબી શાખાનો તા 5/6/23 નો ચેક આપ્યો હતો જે બેંકમાં જમા કરાવતા બેંકમાં ફંડ ઇનસફીશીયન્ટના શેરા સાથે ચેક રિટર્ન થયો હતો જેથી મયુરસિંહે મોરબીની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં મોરબીના મહે. બીજા એડીશનલ ચીફ જ્યુડી. મેજી. સાહેબે ફરિયાદી પક્ષના વકીલની ધારદાર દલીલોને ધ્યાને લઈને આરોપી મમદશા શાહમદારને 2 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર પેટે 3.75 લાખ રૂપિયા તા. 5/6/23 થી વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કર્યો છે અને જો વળતરની રકમ વ્યાજ સહીત આરોપી ન ચૂકવે તો તેને વધુ 6 માસની સાદી કેદની સજાનો આદેશ કર્યો છે અને આ કેસમાં ફરિયાદ પક્ષે મોરબીના એડવોકેટ એન્ડ નોટરી ભાવેશભાઈ ડી. ફૂલતરીયા અને રાજેશભાઈ જે. જોષી રોકાયેલ હતા.




Latest News