મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ ૭ ફેબ્રુઆરી સુધી વન-વે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુમાવાડી વિસ્તારમાં દરિયાની ખાડીમાંથી બાળકનું કંકાલ મળ્યું


SHARE









માળીયા (મી)ના જુમાવાડી વિસ્તારમાં દરિયાની ખાડીમાંથી બાળકનું કંકાલ મળ્યું

માળીયા મીયાણા તાલુકામાં આવેલ જુમાવાડી વિસ્તારમાં દરિયાના ખાડી વિસ્તારમાંથી એક બાળકનું કંકાલ મળી આવ્યું હતું જેથી કરીને સ્થાનિક રહેવાસી દ્વારા આ અંગેની તાત્કાલિક માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ ઉપરથી મળી આવેલ બાળકના કંકાલને કબજે કરીને ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવ્યું છે અને માનવ કંકાલ કોનું છે?, મૃતક બાળક કોણ છે ? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

માળીયા મીયાણા તાલુકાના નવલખી પાસે આવેલ જુમાવાડી વિસ્તારમાં રહેતા અકબરભાઈ હારુનભાઈ સાઇચા (35) એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે જુમાવાડીની બાજુમાં દરિયાઈ ખાડી વિસ્તારમાં પાણીનું વેણ આવે છે ત્યાં કોઈ અજાણ્યા બાળકનું માનવ કંકાલના અવશેષો મળી આવ્યા છે જેથી આ અંગેની જાણ થતા તાત્કાલિક માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળ ઉપરથી મળી આવેલ બાળકના કંકાલને કબજે કરીને ફોરેન્સિક પીએમ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મૃતક બાળક કોણ છે તેની ઓળખ મેળવવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે

રાજકોટ ખસેડાયો
મોરબીના હળવદ રોડ નીચી માંડલ ગામે રહેતા પરિવારનો ધર્મેશ પ્રકાશભાઈ સોલંકી નામનો ૧૧ વર્ષનો બાળક સાયકલ લઈને જતો હતો.ત્યારે સાયકલમાંથી પડી જતા ઇજા પામ્યો હોય મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું પોલીસએ જણાવે છે.જ્યારે મોરબીના નાની વાવડી ગામે સુનિલ સાંગાભાઈ આદિવાસી નામના ૨૭ વર્ષના યુવાનને તેના ઘર પાસે ત્રણેક લોકો દ્વારા લાકડી વડે માર મારવામાં આવતા તેને સિવિલેે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને મોરબીના મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા મશરૂભાઈ સોંડાભાઈ ભુડીયા (૫૩) નામના આધેડને સરતાનપર રોડ જીલટોપ કારખાના પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા તેઓને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

આરોપી પકડાયો
બિહારના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે આરોપી ભોગ બનનાર સાથે મોરબી હોવાની બાતમી મળતા બિહાર પોલીસ મોરબી આવી હતી. અને અહીં મોરબીના માળીયા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસે કારખાના ખાતેથી ભોગ બનનાર તથા આરોપી પાર્થ ધનુરામ મળી આવ્યા હતા જેથી તેઓને હસ્તગત કરીને બિહાર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.




Latest News