મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે


SHARE









મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે

મોરબી જિલ્લાની મોટરિંગ જનતા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા પસંદગીના નંબર મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવતા આર.ટી.ઓ. કચેરી, મોરબી દ્વારા નવી નંબર સિરીઝ માટે ઓનલાઇન હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના વાહન વ્યવહાર વિભાગના પરિપત્ર મુજબ હવે મેન્યુઅલ પ્રક્રિયાના સ્થાને ઝડપી ઓનલાઇન હરાજી અમલમાં મુકાતા વાહન માલિકો ઘરે બેઠા પોતાના મનપસંદ નંબર મેળવી શકશે.

આ હરાજી પ્રક્રિયા હેઠળ ફોર-વ્હિલર માટે GJ 36 BF સિરીઝમાં પસંદગીના નંબર્સ ઉપલબ્ધ છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન અને અરજી પ્રક્રિયા તા.18 થી22 સુધી ચાલશે જેમાં પાયાની રકમ ભરી ભાગ લઈ શકશે. ત્યારબાદ ઓનલાઇન બિડિંગ પ્રક્રિયા તા. 22 થી શરૂ થઈ તા 24  ના રોજ પૂર્ણ થશે. તો ઈચ્છુક અરજદારોએ ભારત સરકારના http://parivahan.gov.in/fancy/ પોર્ટલ પર પબ્લિક યુઝર તરીકે નોંધણી કરાવી CNA (Choice Number Application) ફોર્મ ભરવાનું રહેશે. આ માટે વાહન ખરીદી અથવા વીમાની તારીખ પૈકી જે વહેલું હોય તેના સાત દિવસમાં અને વાહનનો ટેક્સ આર.ટી.ઓ. કચેરીએ ભરપાઈ કર્યા બાદ જ અરજી કરી શકાશે. બિડિંગમાં સફળ થયેલા ઉમેદવારે હરાજી પૂર્ણ થયાના પાંચ દિવસમાં તફાવતની રકમ ઓનલાઇન ભરીને એલોટમેન્ટ પત્રની નકલ આર.ટી.ઓ. કચેરીએ જમા કરાવવાની રહેશે. મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા તમામ વાહન  માલિકોને આ પારદર્શક હરાજીનો લાભ લેવા અને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવા મોરબી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News