મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા


SHARE









મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ નજીક દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી તેમાં દારૂની ચાર બોટલો સાથે કુલ બે વ્યક્તિને પકડવામાં આવ્યા છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ નજીક દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે એક રેડમાં દારૂની બે નાની બોટલ સાથે અલ્પેશ અમરશીભાઈ ગામી (44) રહે. યદુનંદન પાર્ક નવયુગ સ્કૂલની પાછળ સનાળા રોડ મોરબી તથા બીજી રેડમાં જયદેવસિંહ મહાવીરસિંહ રાણા (42) રહે. 2- અમૃત પાર્ક સેન્ટ મેરી સ્કૂલની પાછળ નવલખી રોડ મોરબી વાળાને પકડવામાં આવેલ છે તે બંને સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના લાલપર ગામ નજીક સીરામીક સિટીમાં રહેતા મોરદાસ રતનદાસ (30) નામના યુવાનને લાલપર નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના બેલા ગામથી જેતપર તરફ જવાના રસ્તા ઉપર બાઈક અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં શીવાભાઈ કાનાભાઈ વાઘેલા (60), કાનો ગોવિંદભાઈ ચાડમિયા (3) અને ગોપાલ ગોવિંદભાઈ ચાડમિયા (4) નામના કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના લખધીરપુર ગામે રહેતા હરિભાઈ નરસીભાઈ ચાવડા (35) નામના યુવાનને ગામ પાસે કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News