મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં
SHARE
મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં
મોરબી-વાંકાનેર હાઈવે ઉપરના નવા જાંબુડીયા ગામે આવેલી આરટીઓ કચેરી સામેથી રોડ ક્રોસ કરતા સમયે બોલેરોના ચાલકે હડફેટે લેતા ઈજા પામેલા માલતીબેન લાલાભાઈ જાદવ (25) રહે. રામકૃષ્ણ સોસાયટી મોરબીને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મુળ એમપીના ભોપાલ જીલ્લાના નર્મદાપુરના વતની અને હાલ મોરબીના મકનસર ગામે રહેતા પરીવારની પુજાબેન સુલભસિંહ ચૌહાણ (20)એ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લેતા તેણીને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયેલ છે. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજાએ તપાસ શરૂ કરેલ છે.
ફીનાઈલ પીધુ
મોરબીના ટીંબડી ગામે રહેતા ધીરજભાઈ હિરાભાઈ ડાભી (28)એ સનસીટી સીરામીક પાછળ ઉમીયાનગર નજીકના શકિત ચેમ્બર પાસે અકળ કારણોસર ફીનાઈલ પી લેતા સિવિલે સારવાર માટે ખસેડાયો હતો. જયારે વનલખી રોડે રહેતા હંસાબેન વિકાસભાઈ પરમાર (30) એ જાતે ઈજા પહોંચાડેલ હોય સિવિલે ખસેડાયા હતા. અને રાજકોટના વિરપુર રહેતા હર્ષિતભાઈ વિઠ્ઠલભાઈ વેકરીયા (25)ને માળીયા ફાટક બ્રીજ ઉતરતા રોયલ સ્કાય હોટલની સામે વાહન અકસ્માતે ઈજા થતા 108 વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માત
મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે બે ટુ વ્હીલર અથડાવાનો અકસ્માત બન્યો હતો. જે બનાવમાં મોરબીથી માળીયા મીં.ના ખાખરેચી ગામે જઈ રહેલા જીગીસાબેન રવજીભાઈ પરમાર (40) રહે. ખાચરેચીને ઈજા થતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદના દેવળીયા ગામે રહેતા જયેશ જગુભાઈ ઠાકોર (36)ને ગામ પાસે વાહન અકસ્માતમાં ઈજા થતા સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
ટંકારાના ખીજડીયા ગામે બાઈક વિજપોલની સાથે અથડાતા બે અજાણ્યા યુવાનોને ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે માળીયા મીં.ના મોટી બરાર ગામે કેનાલમાં પાઈપ નાખવાનું કામ કરતા પરીવારની પ્રિયા સાવરીયાભાઈ વસુનીયા નામની ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ભુલથી ડીઝલ પી ગયેલ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.
તેમજ લજાઈ પાસેના સીએનજીના પંપ નજીક વાહન અકસ્માતમાં ઈજા થતા મિતેષ મોહનભાઈ નાગર (43) રહે. વાંકાનેરને 108 વડે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો અને બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.જયારે હળવદના રાણેકપર ગામે પ્રકાશ રતીલાલ પટેલની વાડીએ રહી મજુરીકામ કરતા પરીવારની ચકુબેન રમેશભાઈ તડવી નામની 17 વર્ષની યુવતી કોઈ કારણસર દવા પી જતા સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી