મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં


SHARE









મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં

મોરબીના રવાપર ગામે આવેલ રામ તળાવ પાસે જોગ આશ્રમ સામેથી ડબલ સવારી પસાર થઈ રહ્યું હતું ત્યારે અજાણી કારણે ચાલકે તેને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું છે જ્યારે બીજા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે હાલમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે અજાણીકારના ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ટંકારા તાલુકાના વીરપર ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ કોળી વાસ ખાતે રહેતા સુખદેવભાઈ કેશવજીભાઈ ઉઘરેજા (28)એ અજાણીકારના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના રવાપર ગામ પાસે આવેલ રામ તળાવ નજીક જોગ આશ્રમ સામેથી ફરિયાદી તથા તેના મિત્ર ભરતભાઈ વિનોદભાઈ મુછડીયા બંને ફરિયાદીના કાકાના દીકરા વિજયભાઈનું બાઈક નંબર જીજે 36 કે 9321 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણી કારના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ડબલ સવારે બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે તેના મિત્ર ભરતભાઈને માથામાં તથા શરીરને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને કારનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના મિત્રએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News