રામ રાખે તેને કોણ ચાખે: મોરબીથી અંબાજીના દર્શને જતાં સંઘમાં સાથે જોડાયેલ કિન્નર સિમરન મસીએ વૃદ્ધને આપ્યું જીવતદાન વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેન મકનસર રેલ્વે સ્ટેશને બંધ થઈ જતાં મુસાફરો રજડી પડ્યા મોરબીમાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 15 વાહન પોલીસે કર્યા ડીટેઇન માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતે બે મહિલા સાહિત 4 લોકો ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો: 2 મહિલા સહિત 9 સામે ફરિયાદ મોરબીમાં ડોર ટુ ડોર કચરા કનેક્શનના કામમાં બાળ મજૂરી, એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો મોરબીમાં ગોપાષ્ટમી પર્વે ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું ગૌપૂજન મોરબીમાં રહેતી યુવતીને પ્રેમીએ વતનમાં જવાના ના કહેતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના નાના રામપર ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: હળવદના જોગડ ગામ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી
Breaking news
Morbi Today

વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેન મકનસર રેલ્વે સ્ટેશને બંધ થઈ જતાં મુસાફરો રજડી પડ્યા


SHARE







































વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેન મકનસર રેલ્વે સ્ટેશને બંધ થઈ જતાં મુસાફરો રજડી પડ્યા

મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન ગઈકાલે રાત્રિના મોરબી તરફ આવી રહી હતી ત્યારે મકનસર ગામમાં સામાન્ય આગ લાગી હતી અને એન્જિન બંધ થઈ ગયું હતું જેથી વાંકાનેર તરફથી મોરબી આવતા મુસાફરો રજડી પડ્યા હતા અને નાછૂટકે તેઓને ખાનગી વાહનોમાં મુસાફરી કરીને મોરબી સુધી આવવું પડ્યું હતું

મોરબી વાંકાનેર વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ડેમુ ટ્રેન દોડાવવામાં આવી રહી છે જોકે આ ટ્રેન અવારનવાર મોરબી વાંકાનેર વચ્ચે ગમે ત્યારે કોઈપણ જગ્યાએ બંધ થઈ જતી હોવાના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આવો જ ઘાટ વધુ એક વખત ગઇકાલે રાત્રીના સર્જાયો હતો ગઇકાલે રાત્રીના 9:30 વાગ્યે વાંકાનેર તરફથી મોરબી બાજુ આવવા માટે નીકળેલ ડેમુ ટ્રેન મોરબીના મકનસર ગામ પાસે પહોંચી હતી ત્યારે ત્યાં બંધ થઈ ગઈ હતી અને રેલવેના પાટા પાસે આવેલ બેટરી બોક્સમાં સામાન્ય આગ લાગી હોવાથી એન્જિન બંધ થઈ ગયું હતું ત્યારબાદ મોરબીથી પાવર એન્જિન મોકલવામાં આવ્યો હતો અને તેની સાથે ડેમુ ટ્રેનને જોડીને મોરબી સુધી લાવવામાં આવી હતી તેવું રેલવે વિભાગના અધિકારી સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે જોકે રાત્રિના દસ વાગ્યે ડેમુ ટ્રેન બંધ થઈ હોવાના કારણે મુસાફરો અડધો પોણો કલાક સુધી ત્યાં રેલ્વે સ્ટેશને બેઠા તેમ છતાં પણ ટ્રેન શરૂ થઈ ન હતી જેથી નાછૂટકે મોરબી આવી રહેલા તમામ મુસાફરો નેશનલ હાઈવે રોડ તરફ ગયા હતા અને ત્યાંથી ખાનગી વાહનમાં મુસાફરી કરીને મોરબી સુધી પહોંચ્યા હતા ઉલ્લેખનિય છે કે અવારનવાર મોરબી વાંકાનેર વચ્ચે ડેમો ટ્રેન બંધ થઈ જતી હોવાના કારણે ટ્રેનના મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
















Latest News