મોરબીના લાલપર પાસેથી મોબાઇલની ચોરી કરનાર શખ્સને જાંબુડિયા પાસે લોકોએ પકડીને પોલીસે હવાલે કર્યો
મોરબી : ઇન્ડિયન લાયન્સ કલબના ફાઉન્ડર ડે નિમિતે સેવાભાવીઓના કરાશે સન્માન
SHARE
મોરબી : ઇન્ડિયન લાયન્સ કલબના ફાઉન્ડર ડે નિમિતે સેવાભાવીઓના કરાશે સન્માન
ઇન્ડિયન લાયન્સ કલબનો ૨ જુલાઈ ના રોજ ફાઉન્ડર ડે હોવાથી તે નિમિત્તે ઇન્ડિયન લાયોનેસ ક્લબ, મોરબી દ્વારા ૫ સામાજીક સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્ડિયન લાયન્સ ક્લબનો તા ૨ જુલાઈના રોજ સ્થાપના દિન હોવાથી વિશેષ રીતે, અનુકરણીય સંદેશ પુરો પાડે તે રીતે ઉજવવાનું આયોજન મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ, મોરબી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ની:સ્વાર્થ ભાવે સેવા કરનારા ૫ સામાજિક સેવાભાવી લોકોના સન્માન લક્ષ્મીનગર પ્રજ્ઞાચક્ષુ સંસ્થા ખાતે કરવામાં આવનાર હોવાનું ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઇની યાદીમાં જણાવાયું છે.