મોરબીના વજેપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ૧૧,૫૫૦ ની રોકડ સાથે પકડાયા
મોરબીના લાલપર પાસેથી મોબાઇલની ચોરી કરનાર શખ્સને જાંબુડિયા પાસે લોકોએ પકડીને પોલીસે હવાલે કર્યો
SHARE
મોરબીના લાલપર પાસેથી મોબાઇલની ચોરી કરનાર શખ્સને જાંબુડિયા પાસે લોકોએ પકડીને પોલીસે હવાલે કર્યો
મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ઉભેલા આઇસર મેટાડોરમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનારા શખ્સને જાંબુડિયા પાસે હાજર રહેલા લોકોએ ઝડપી લીધો હતો અને તેને વાહનની સાથે બાંધી દીધા હતો ત્યારબાદ આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોબાઇલની ચોરી કરનાર શખ્સને પોલીસ મથકે લઇ ગયા બાદ જે વ્યક્તિનો મોબાઇલ ચોરાયો હતો તેની ફરિયાદ લઈને પોલીસે મોબાઇલ ચોરની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે નજીકના લાલપર ગામ પાસે નેશનલ હાઈવેની બાજુમાં આવેલા સર્વિસ રોડ ઉપર નારણભાઈ મોતીભાઈ મુંધવા (ઉંમર ૪૨) રહે. ચરાડવા વાળાનું આઇસર મેટાડોર ઊભું હતું ત્યારે તેના દીકરાનો વિવો કંપનીનો મોબાઇલ જેની કિંમત રૂપિયા ૫૦૦૦ ની ચોરી કરવામાં આવી હતી અને જે શખ્સ દ્વારા મોબાઇલની ચોરી કરવામાં આવી હતી તેને મોબાઈલ સ્વીચઓફ કરી દીધો હતો જો કે, આ મોબાઈલ ચોરને જાંબુડિયા પાસેથી લોકોએ ઝડપી લીધો હતો અને ત્યારબાદ તેને વાહનની સાથે બાંધી અને મેથીપાક ચખાડ્યો હતો અને પછી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે જે યુવાનનો મોબાઈલ ચોરાયો હતો તેના પોતા નારણભાઈ મુંધવાની ફરિયાદ લઈને હાલમાં હાજી અકબરભાઈ માણેક નામના મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે